પાણી મુદ્દે સરકારને ઘેરવા ગુજરાત કોંગ્રેસે બનાવ્યો આ પ્લાન

ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. કેટલાક ગામડાઓમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ઘણા એવા પણ ગામડાઓ છે કે, જ્યાંના લોકોને પીવાનું પાણી ભરવા માટે દૂર દૂર સુધી જવું પડે છે. ત્યારે રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં સમીક્ષા કરીને પાણીના કારણે લોકોને પડતી સમસ્યાના રીપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેના કારણે આગમી દીવાસોમાં અછત વાળા વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્બારા પાણી પહોંચાડી શકાય અને લોકોને સમસ્યાને દૂર કરી શકાય. ત્યારે હવે કોંગ્રેસ પણ પાણી મામલે સરકારને ઘેરવાની વ્યૂહ રચના બનાવી રહી છે.

સરકારને ઘેરવા માટે કોંગ્રેસ આગામી દિવસોમાં અલગ અલગ જિલ્લાઓમાં લોકોને પાણીના કારણે પડતી મુશ્કેલી અંગે કોંગ્રેસ દ્વારા એક રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ અંગે પ્રદેશ કોંગ્રસ અધ્યક્ષ અમિત ચાવડાએ કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારોને સુચના આપી છે. જેના કારણે કોંગ્રેસના સીનીયર નેતાઓ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓની મુલાકાત કરશે. 7 મેથી 10 મે દરમિયાન નેતાઓ લોકોની મુલાકાત કરીને પાણીની સમસ્યા વિષે એક રીપોર્ટ તૈયાર કરશે. આ રીપોર્ટના આધારે કોંગ્રેસ સરકારને કેવી રીતે ઘેરી શકે તે માટે કાર્યક્રમો નક્કી કરશે.

કોંગ્રેસના નેતાઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 7મી તારીખથી 10મી મે સુધી ગુજરાતના તાલુકા અને જિલ્લા મથકોમાં કોંગ્રેસના સીનીયર આગેવાનો  ગુજરાતની દુકાળ જેવી દુકાળથી પણ અતિદુકાળ જેવી પરિસ્થિતિ આ ભાજપની અણઆવડતના કારણે ગુજરાતની જનતાને જે તકલીફ અને ભોગવવાનું આવ્યું છે. તેનો આખો એક રીપોર્ટ તૈયાર કરવા માટે ગુજરાતના તમામ વરિષ્ઠ નેતાઓ 7 મેથી 10 મે વચ્ચે ગુજરાતમાં ફરશે.