પાણી પુરવઠા અંગે સીએમ રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજ્યના આઠેય મહાનગરોમાં તથા શહેરી વિકાસ સત્તામંડળોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પાણી પુરવઠાની સ્થતિની સમીક્ષા અને આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી.
પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાની સહ ઉપÂસ્થતીમાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ ડા. જે. એન. સિંહ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, પાણી પુરવઠા, શહેરી વિકાસના અગ્ર સચિવો સહિતના વરિઠ અધિકારીઓ પણ ચર્ચામાં જાડાયા હતા.
મુખ્યપ્રધાને મહાનગરોમાં આગામી ૧-ર વર્ષમાં વપરાશ માટેના પાણી પુરવઠામાં ૭પ ટકા ટ્રીટેડ વોટર-રીસાયકલ્ડ વોટર યુઝ કરવા માટેની વ્યવસ્થા કાર્યરત થાય તે અંગે પણ તાકીદ કરી હતી. રાજ્ય સરકારે આગામી જુલાઇ માસ સુધી પીવાના પાણીની પુરતી ઉપલબ્ધી માટે કરેલા આયોજન સંદર્ભમાં શહેરી ક્ષેત્રોમાં સ્થાનિક સત્તાતંત્રોની સજ્જતા-આયોજન અંગે પણ આ બેઠકમાં સમીક્ષા અને ચર્ચા-વિચારણ હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોના મેયર, સ્ટેન્ડીંગ કમિટિના અધ્યક્ષો, અને કમિશનર આ બેઠકમાં ખાસ ઉપસ્થત રહ્યાં હતાં.