પાક. ઓલ-રાઉન્ડર શાદાબ ખાનને વર્લ્ડ કપમાં રમવા ફિટ જાહેર કરાયો

લેગ-સ્પન બાલિંગ કરતા પાકિસ્તાનના યુવાન ઓલ-રાઉન્ડર શાદાબ ખાનને આઈ. સી. સી. વર્લ્ડ કપમાં રમવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે, એવી જાહેરાત પાકિસ્તાન ક્રિકેટ બાર્ડ (પી. સી. બી.) તરફથી કરવામાં આવી હતી.
શાદાબની વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ૧૫-સભ્યની ટીમમાં પસંદગી થઈ હતી, પણ તે રક્તની માંદગીના કારણે ટીમ જાડે ઈંગ્લેન્ડમાં વન-ડે મેચોની શ્રેણીમાં રમવા જઈ શક્્યો ન હતો.
પી.સી.બી.એ હતું કે શાદાબ હવે ૧૬મી મેએ ઈંગ્લેન્ડ રવાના થશે અને તેની ફિટનેસ તથા ટીમના સત્તાવાળાઓના નિર્ણયના આધારે તે ૨૪મી મે અને ૨૬મી મેએ અનુક્રમે અફઘાનિસ્તાન તથા બંગલાદેશ સામે રમાનારી પ્રેક્ટસ મેચોમાં ભાગ લેશે.