પાકિસ્તાનમાં ટિ્‌વટર ટ્રેન્ડ : શાહિદ આફ્રિદી આગામી વડાપ્રધાન બનશે…

જો આફ્રિદી વડાપ્રધાન બનશે તો તે પીઓકે પણ ભારતને સોંપી દેશે…

ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી અને પાકિસ્તાનના લશ્કરના પ્રવક્તા આસિફ ગફૂરના ગળે મળ્યાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. કેટલાક યુઝર્સે આ અંગે લખ્યુ હતું કે, ભૂતપૂર્વ પાક. કેપ્ટન પાકિસ્તાનના આગામી વડાપ્રધાન હોઇ શકે છે. અન્ય એક યુઝરે લખ્યું હતું કે, જો આફ્રિદી વડાપ્રધાન બને છે તો તે પાક. અધિકૃત કાશ્મીર (પીઓકે)પણ ભારતને સોંપી દેશે.
એક યુઝરે આફ્રિદી અને ગફૂરની તસવીર શેર કરતા લખ્યું હતું તે, આગામી વડાપ્રધાન બનાવાના માર્ગે ? ત્યાંજ અન્ય એક યુઝરે ટ્‌વીટ કર્યું કે, આ ગાંડાઓનો દેશ છે. એક યુઝરે લખ્યું કે, આ (આફ્રિદી) તો વડાપ્રધાન ઇમરાન ખાન કરતા પણ વધારે ખોટું બોલે છે. પાકિસ્તાની રડતા જ રહી જશે.
પીઓકેના મુઝફ્ફરાબાદમાં ઇમરાન ખાને ૧૩ સ્પટેમ્બરે એક રેલી યોજી હતી. કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ને નાબૂદ કર્યા બાદથી વ્યાકુળ ઇમરાન ખાને બે અઠવાડિયામાં બીજી વખત પીઓકેની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ભૂતપૂર્વ પાકિસ્તાન ક્રિકેટર શાહિદ આફ્રિદી પણ તેમની સાથે હતો અને તેણે પણ કાશ્મીરના નામે લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો.