પાકિસ્તાનમાં જીવમાં જીવ આવ્યોઃ આઇએમએફ છ અબજ ડોલરની લાન આપશે

પાકિસ્તાન અને આંતરરાષ્ટÙીય મુદ્રા કોષ (આઈએમએફ)ની વચ્ચે આખરે રવિવારે સમજૂતી થઈ ગઈ છે. જે હેઠળ આઈએમએફ કંગાળ અર્થવ્યવસ્થાવાળા પાકિસ્તાનને આગામી ત્રણ વર્ષમાં ૬ અબજ ડોલરનું બેલઆઉટ પેકેજ આપશે. આર્થિક બાબતોના પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાન ખાનના સલાહકાર ડા. અબ્દુલ હાફીઝ શેખ મુજબ, સ્ટાફ સ્તરે થયેલી આ સમજૂતીને હજી વાશિંગ્ટનમાં આઈએમએફ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ઔપચારિક મંજૂરી મળવાની બાકી છે. હાફીસ શેખે કÌš હતુકે, પાકિસ્તાનની વેપાર ખાધ ૨૦ બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે અને છેલ્લાં બેવર્ષમાં વિદેશી મુદ્રા ભંડારમાં ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. એટલે પાકિસ્તાનની વાર્ષિક ચૂકવણીમાં ૧૨ બિલિયન ડોલરનું અંતર છે. તેથી અમારી પાસે ચૂકવણી કરવાની ક્ષમતા નથી.
આઈએમએફે કÌš હતુકે, પાકિસ્તાનની સરકારે મોંઘવારી, ઉંચી લોન અને સુસ્ત વિકાસ જેવી સમસ્યાઓને ઉકેલવાનો સ્વીકાર કર્યો છે. આઈએમએફે કÌš છેકે, તે દેશમાં કર સુધારણાનું સમર્થન કરે છે, જેનાથી ખર્ચમાં વધારો થશે.ઉલ્લેખનીય છેકે, પાકિસ્તાનને આઈએમએફ પાસે લગભગ ૮ અબજ ડોલરનું રાહત પેકેજ મળવાની આશા હતી. પરંતુ આઈએમએફે ૬ અબજ ડોલરનું જ રાહત પેકેજ આપશે.