પાકિસ્તાનમાં અધિકારીઓ દ્વારા અભિનંદનને ૪૦ કલાક સુધી ટાર્ચર કરાયું હતુ

વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદ મામલે મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો. મળતી માહિતી પ્રમાણે અભિનંદનને ૪૦ કલાક સુધી આઇએસઆઇના અધિકારીઓએ ટોર્ચર કર્યો. અભિનંદન જ્યારે પાકિસ્તાનની કસ્ટડીમાં હતા ત્યારે તેમને ઈસ્લામાબાદથી રાવલપિંડી લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ચાર કલાક સુધી પાકિસ્તાન આર્મી અને ૪૦ કલાક સુધી ૈંજીં દ્વારા અભિનંદનની પૂછપરછ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અભિનંદન પાસેથી તમામ પ્રકારની માહિતી મેળવવા માટે ૈંજીં દ્વારા તેને માનસીક ત્રાસ આપવામાં આવ્યો હતો. અભિનંદનને રાયફલની બચ પણ માથામાં મારવામાં આવી હતી. જેના નિશાન તેના માથા પર પણ મળી આવ્યા છે.
મહત્વપૂર્ણ છે કે, ભારતે બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના વિમાન ભારતીય એર સ્પેસમાં ઘુરી આવ્યા હતા. જે બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને ભગાડ્યા હતા. જે દરમ્યાન વિંગ કમાન્ડર અભિનંદનનું વિમાન ક્રેશ થયુ હતું અને તેમની પાકિસ્તાની સેનાએ ધરપકડ કરી હતી. જાકે, ભારતના દબાણના કારણે પાકિસ્તાનને અભિનંદનને પરત મોકલી દેવાની નોબત પણ આવી હતી.