પાકિસ્તાનની ખૈર નહિ,ભારત બાર્ડર પર એર ડિફેન્સ યુનિટ તૈયાર કરશે

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે. જા કે, સમય સાથે ભલે તણાવ ઓછો થયો હોય, પણ ભારતને હજુ પણ પાકિસ્તાન પર ભરોસો નથી. ભારતીય સેનાએ એક મોટો નિર્ણય લેતાં હવે પોતાની તમામ એર ડિફેન્સ યુનિટને બોર્ડરની પાસે લઈ જવાનું નક્કી કર્યું છે. બાલાકોટ એરસ્ટ્રોક બાદ પાકિસ્તાનના વિમાન ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા. તેનો જવાબ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ એક મોટી એક્સરસાઈઝ હેઠળ એર ડિફેન્સ સિસ્ટમને બોર્ડરની પાસે લઈ જવાનું નક્કી કર્યું છે. સેનાની એક મહત્વપુર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સેના પ્રમુખ બિપિન રાવત સહિત સીનિયર અધિકારી હાજર હતા.
આ બેઠકમાં બોર્ડર પર તહેનાત એર ડિફેન્સ યુનિટને રિવ્યુ કરવામાં આવી હતી. બેઠકમાં સામે આવ્યું કે, જા ભવિષ્યમાં બાલાકોટ જેવી સ્થતિનું સર્જન થાય તો, આ સિસ્ટમનો ઉપયોગ થઈ શકે છે. હાલ આ તમામ યુનિટ બોર્ડરથી દૂર છે, અને તમામ તણાવપુર્ણ જગ્યાઓએ તહેનાત છે.
બાલાકોટમાં એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને પોતાના ફાઈટર પ્લેન ભારતમાં મોકલ્યા હતા. ભારતમાં ઘૂસેલાં પાકિસ્તાનના ફાઈટર પ્લેનોએ સેનાના સ્થળની પામે બોમ્બ પણ ફેંક્્યા હતા. જા કે, તેમાં કોઈ નુકસાન પહોંચ્યુ ન હતું, અને ભારતે આ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો.