પાકિસ્તાનની અવળચંડાઈઃ ૩૦મે સુધી ભારતીય વિમાનો માટે કર્યો ‘એર-સ્પેસ’ બંધ

પાકિસ્તાને ભારતીય ફ્લાઇટ્‌સ માટે પોતાની હવાઇસીમા ૩૦મી મે સુધી નહિ ખોલવાનો નિર્ણય લીધો હતો. ભારતીય હવાઇદળે ૨૬મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાંના ત્રાસવાદી સંગઠન જૈશે મહંમદની છાવણીઓ પર હુમલા કર્યો તે પછી પાકિસ્તાને પોતાની હવાઇસીમા ભારતીય વિમાનો માટે સંપૂર્ણ બંધ કરી દીધી હતી.
આમ છતાં, પાકિસ્તાને નવી દિલ્હી, બેંગકોક અને ક્વાલા લમ્પુર માટેની ફ્લાઇટ્‌સ સિવાયના ફ્લાઇટ્‌સ માટે પોતાની હવાઇસીમા ૨૭મી માર્ચે ખોલી હતી.
પાકિસ્તાનના એક ઉચ્ચ સરકારી અધિકારીએ સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલય અને મુલકી ઉડ્ડયન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી અને તેમાં ભારતીય ફ્લાઇટ્‌સ પરના પ્રતિબંધને ૩૦મી મે સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો હતો.
તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની સરકાર હવે પોતાની હવાઇસીમામાંના ભારતીય ફ્લાઇટ્‌સ પરના પ્રતિબંધ અંગે ૩૦મી મેએ ફેરવિચારણા કરશે. પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નાલાજી વિભાગના પ્રધાન ફાવદ ચૌધરીએ ચાલુ સપ્તાહના પ્રારંભમાં જણાવ્યું હતું કે અમારી સરકાર ભારતમાંની સામાન્ય ચૂંટણી પૂરી થવાની રાહ જાઇ રહી છે અને ત્યાં સુધી આ Âસ્થતિ જેમ છે એમ રખાશે.