પાંચ હજારથી વધુ લોકોએ ૩ મિનિટથી વધુ સમય ત્રાડાસન યોગ કરીને વિશ્વવિક્રમ સર્જીયો…

ત્રાડાસન યોગમાં વિશ્વવિક્રમ સ્થપાવાની સાથે સુરેન્દ્રનગરમાં ત્રિદીવસીય યોગ શિબીર યોજાઈ…

સુરેન્દ્રનગર : મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતિ નિમિત્તે ઝાલાવાડ યોગ સમિતી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડ.ના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય યોગ શિબિર યોજાઈ હતી. જેમાં પ્રથમ દિવસે જ ૫૦૦૦થી વધુ લોકોએ એક સાથે ૩.૫ મિનિટ સુધી ત્રાડાસન યોગ કરીને નવો વર્લ્ડ બુક રેકોર્ડ નોધાવ્યો હતો.
આ રેકોર્ડ નોંધાવી ઝાલાવાડનું નામ વિશ્વ ફલક પર ગુંજતું કરવામાં પતંજલી, આર્ટ ઓફ લીવીંગ, આર્યસમાજ, બ્રહ્માકુમારી, આયુષ મંત્રાલય, લકુલીશ યોગ યુનિવર્સિટી, ગાયત્રી શક્તીપીઠ, હાર્ટકુલનેશ, યુવા રન ફાઉન્ડેશન, યુવી યોગા શ્રી ઉમિયા મંદિરનું ખુબ જ યોગદાન હતું.

યોગ શિબિર દરમ્યાન સાંસદ ડૉ. મહેન્દ્રભાઈ મુંજપુરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પુર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, ગુ.રા.યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજી રાજપૂત, સુરેન્દ્રનગર નગરપાલિકાના ઉપપ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, વઢવાણ ન.પા. ઉપપ્રમુખ ભોજરાજસિંહ જાડેજા સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં શહેરીજનો વિવિધ સંસ્થાઓ, વિદ્યાર્થીઓ વિગેરે જોડાયા હતા.

સમગ્ર આયોજનને સફળ બનાવવા ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ ઈન્ડ.ના કિશોરસિંહ ઝાલા અને તેમની ટીમ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ઝાલાવાડા યોગ સમિતીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

  • ભગીરથસિંહ રાણા, સુરેન્દ્રનગર