પાંચ તબક્કાનું મતદાન પૂર્ણઃ કેસીઆર મેદાનમાં,ત્રીજા મોરચાની કવાયત શરુ

દેશમાં લોકસભા ચૂંટણીમાં સોમવારે પાંચમા તબક્કાનું મતદાન થયું તે દરમિયાન આગામી સરકાર ત્રીજા મોરચાની રચાય તે દિશામાં હિલચાલ શરૂ થઈ છે. પ્રાદેશિક પાર્ટીઓ મળીને બિન-કોંગ્રસ અને બિન-ભાજપ સિવાય ત્રીજા મોરચાની રચના કરવાના ભાગરૂપે તેલંગાણા રાષ્ટ સમિતિના પ્રમુખ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ(કેસીઆર) કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયન અને ડીએમકે ચીફ એમ.કે.સ્ટાલિનને સોમવારે મળ્યા હતા.
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર કેસીઆર તિરુવનંતપુરમમાં વિજયન સાથે મુલાકાત કરી હતી અને આ સપ્તાહના અંતમાં ૧૩ મેના રોજ એ ચેન્નાઈમાં સ્ટાલિન સાથે એમના નિવાસસ્થાને બેઠક કરશે.
ઉપરાંત કર્ણાટકના મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચ.ડી.કુમારસ્વામીએ પણ તેલંગાણાના મુખ્યમંત્રીનો સંપર્ક કર્યો છે. નિવેદન અનુસાર, કે.ચંદ્રશેખર રાવ અને કેરળના મુખ્યમંત્રી વિજયન વર્તમાન રાજનીતિ અંગે ચર્ચા કરશે. વિજય કેરળમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વ વાળી એલડીએફ સરકારના મુખ્યમંત્રી છે.
તેમના કહેવા અનુસાર, સંસદીય ચૂંટમીને ધ્યાનમાં રાખીને બંને મુખ્યમંત્રી દેશની રાજનીતિ અંગે ચર્ચા કરશે. ઘરે પરત ફરતાં પહેલાં કે.ચંદ્રશેખર રાવ રામેશ્વરમ અને શ્રીરંગમ મંદિરના દર્શન કરશે. ઉલ્લેખનીય છે કે, પ્રાદેશિક પક્ષો લોકસભાની ચૂંટણીમાં ૧૨૦થી વધુ સીટ જીતવાની Âસ્થતિમાં છે, ત્યારે આગામી સરકાર રચવામાં પાયાની ભૂમિકા અદા કરશે.
વરિષ્ઠ ડાબેરી નેતા સુરાવરમ સુધારક રેડ્ડી લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રમાં સંયુક્ત મોરચાની સરકાર રચાય તેવી શક્્યતા જાઈ રહ્યા છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના મહામંત્રી રેડ્ડીનું અનુમાન છે કે, આ વખતે દેશમાં યુપીએ કે એનડીએને બહુમતી મળશે નહીં. એટલે એ સરકાર રચી શકશે નહીં. રેડ્ડીએ  કે, આ વખતે દેશમાં ત્રિશંકુ સંસદ હશે. અમારું વલણ ભાજપ વિરોધી સરકાર રચવાને લઈને છે. આ મોરચો જેનો પ્રસ્તાવ કે.ચંદ્રશેખર રાવ કરી રજૂ કરી રહ્યાં છે. કેસીઆર માને છે કે પ્રાદેશિક પક્ષોને બહુમતી મળશે.