પહેલી ડિસેમ્બરે લગ્નના તાંતણેને બંધાશે આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ…

મુંબઈ : બોલિવૂડના ફેમસ સિંગર ઉદિત નારાયણ અને જાણીતી ટીવી હોસ્ટ આદિત્ય નારાયણે થોડા દિવસ અગાઉ એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથેના તેના રિલેશન અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. હવે એવા અહેવાલ છે કે આ પ્યારને રિશ્તોનું નામ આપવામાં આવશે. આ વર્ષે જ બંનેના લગ્ન થનારા છે.

આદિત્ય અને શ્વેતા છેલ્લા ઘણા વર્ષોથી ડેટિંગ કરી રહ્યા હતા. હવે બંનેએ લગ્નની તારીખ અંગે મૌન તોડ્યું છે અને કોરોના કાળમાં કેવી રીતે અને ક્યારે લગ્ન થવાના છે તેની માહિતી આપી હતી. આદિત્ય નારાયણ તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે પહેલી ડિસેમ્બરે લગ્ન કરવાનો છે. કોરોના વાયરસને કારણે ઘણા ઓછા લોકો આ લગ્નમાં હાજરી આપશે. તેણે કહ્યું હતું કે અમે પહેલી ડિસેમ્બરે લગ્ન કરીશું અને તેમાં માત્ર પરિવાર અને મિત્રોને જ આમંત્રણ આપીશું.

મહારાષ્ટ્રમાં ૫૦થી વધુ લોકોને એકત્રિત કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આદિત્યએ કહ્યું હતું કે એક મંદીરમાં સાદાઈથી લગ્ન કરવામાં આવશે. જોકે અમે ગ્રાન્ડ રિસેપ્શન અંગે વિચારી રહ્યા છીએ અને બધું બરાબર થઈ જશે ત્યાર બાદ અમે એક મોટું રિસેપ્શન રાખવાની વિચારણા કરી રહ્યા છીએ.