પહેલી ઓક્ટોબરથી એસબીઆઇના બેંક ચાર્જિસમાં ફેરફાર થશે…

મહિનામાં ફક્ત ત્રણવાર પૈસા મફત જમા કરાવી શકાશે, ત્યારબાદ ચાર્જિસ શરૂ થશે

ન્યુ દિલ્હી,
દેશની સૌથી મોટી ગણાતી બેંક જીમ્ૈં પહેલી ઓક્ટોબરથી પોતાના સર્વિસ ચાર્જિસમાં મોટા ફેરફાર કરી રહી છે. મહિનામાં માત્ર ત્રણ વાર ફ્રી ડિપોઝિટ કરી શકાશે. એ પછી તમે પૈસા જમા કરવા જાઓ તો બેંક ચાર્જ લેશે.
ચોથી ડિપોઝીટ પર પચાસ રૂપિયા પ્લસ જીએસટી અને ત્યારબાદ દરેક ડિપોઝિટ પર છપ્પન રૂપિયા ચાર્જ પ્લસ જીએસટી ચૂકવવાના રહેશે.
એક સરક્યુલર દ્વારા બેંકે વધુમાં જણાવ્યું હતું કે છ મેટ્રો સિટિઝ મંબઇ, દિલ્હી, ચેન્નાઇ, કોલાકાતા, બેંગાલુરુ અને હૈદરાબાદમાં બેંકના એટીએમનો ઉપયોગ મહિનામાં દસ વખત કરી શકાશે. અન્ય શહેરોમાં આ સગવડ બાર વખત મળશે. બીજી બેંકના કાર્ડ દ્વારા જીમ્ૈંના એટીએમનો ઉપયોગ કરવાની સુવિધા મહિને પાંચ વખત મળશે. તેથી વધુ વખત આ સુવિધા નહીં મળે.
મિનિમમ બેલેન્સ ઉપરાંત પચીસ હજાર રૂપિયાની બેલેન્સ હશે તેવા ખાતેદારો એટીએમનો ગમે તેટલીવાર ઉપયોગ કરી શકશે. મિનિમમ બેલેન્સ કરતાં ઓછી બેલેન્સ રાખનારને જૂના નિયમો મુજબ એટીએમનો લાભ મળશે. સેલરી ખાતેદારોને દેશના કોઇ પણ એટીએમ પર લેવડદેવડ કરવાનો કોઇ ચાર્જ ચૂકવવો નહીં પડે.