પહેલીવાર ચૂંટણીના મેદાનમાં પોતાનું નસીબ અજમાવશે આ મહિલા ઉમેદવારો

લોકસભા ચૂંટણીમાં તમામ પાર્ટીઓ પૂરજોશમાં પોતપોતાના ઉમેદવારોનો પ્રચાર કરી રહી છે. પરંતુ આ તમામની વચ્ચે આ મહિલા ઉમેદવારો પર સૌની નજરો છે. ચૂંટણી મેદાનમાં પહેલીવાર ઉતરેલી આ મહિલા ઉમેદવારો પોતાના પ્રતિદ્વંદ્વિઓને ટક્કર આપતી દેખાઈ રહી છે. તમે પણ જાણી લો તેમના વિશે…

નુસરત જહાં

તૃણમૂલ કોંગ્રેસે બાંગ્લાદેશની સીમા પાસે આવેલા બશીરહાટ સીટ પરથી ટોલિવુડ સ્ટાર નુસરત જહાંને મેદાનમાં ઉતારી છે. પાર્ક સ્ટ્રીટ રેપ કેસમાં વિવાદોમાં રહેનારી બંગાળી ફિલ્મ સ્ટાર નુસરત જહાં દ્વારા તૃણમૂલ યુવાઓ અને અલ્પસંખ્યકોને પોતાના પક્ષમાં લેવાની કોશિશ કરી રહ્યું છે.

 

ઉર્મિલા માતોંડકર

90ના દાયકામાં બોલિવુડમાં છવાયેલી ઉર્મિલા માતોંડકર પણ રાજકારણમાં ડેબ્યૂ કરી રહી છે. તે કોંગ્રેસની ટિકિટ પર મહારાષ્ટ્રની મુંબઈ ઉત્તરની લોકસભા સીટ પરથી મેદાનમાં છે. ઉર્મિલાએ મરાઠી ફિલ્મ ‘જાકોલ 1988’થી સાત વર્ષની ઉંમરમાં બાળ કલાકાર તરીકે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

 

સુપ્રિયા શ્રીનેત

ઉત્તર પ્રદેશની મહારાજગંજ લોકસભા સીટ પરથી કોંગ્રેસની જાણીતી ટીવી પત્રકાર સુપ્રિયા શ્રીનેતને ઉમેદવાર બનાવવામાં આવી છે. સુપ્રિયા શ્રીનેત વિવિધ ચેનલોમાં 10 વર્ષ કરતા વધુ સમય સુધી કામ કરી ચુકી છે. સુપ્રિયા મહારાજગંજના કદ્દાવર નેતા તેમજ પૂર્વ સાંસદ હર્ષવર્ધનની દીકરી છે.

 

તનુશ્રી ત્રિપાઠી

તનુશ્રી ત્રિપાઠી જેલમાં બંધ પૂર્વ મંત્રી અમરમણિ ત્રિપાઠીની દીકરી અને અમનમણિ ત્રિપાઠીની બહેન છે. તનુશ્રીને શિવપાલ સિંહ યાદવની પાર્ટી પ્રગતિશીલ સમાજવાદી લોહિયાએ મહારાજગંજથી ટિકિટ આપી છે.

 

મહુઆ મોઈત્રા

પૂર્વ ઈન્વેસ્ટમેન્ટ બેંકર અને વર્તમાનમાં તૃણમૂલ કોંગ્રેસ ધારાસભ્ય મહુઆ મોઈત્રા લોકસભા ચૂંટણી લડી રહી છે. લંડનમાં સારી એવી સેલેરીવાળી નોકરી છોડ્યા બાદ તે 2009માં ભારત આવી અને ભારતીય રાજકારણમાં નસીબ અજમાવવાનો નિર્ણય લીધો. 2016ની વિધાનસભા ચૂંટણીમાં કરીમપુર સીટ પરથી તેમણે જીત મેળવી હતી. આ સીટ પર 1972થી લેફ્ટ પાર્ટીઓનો કબ્જો રહ્યો હતો.

 

મિમી ચક્રવર્તી

બાંગ્લા સિનેમા અને ટેલિવિઝનની પ્રસિદ્ધ એક્ટ્રેસ મિમી ચક્રવર્તી પશ્ચિમ બંગાળના જાધવપુરથી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. તેનો જન્મ જલપાઈગુડીમાં થયો હતો. તેણે મોડલિંગથી કરિયરની શરૂઆત કરી હતી.

 

કૃષ્ણા પુનિયા

ભારતની પ્રસિદ્ધ ડિસ્ક્સ થ્રોઅર કૃષ્ણા પુનિયાએ 2010 એશિયમ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેને 2011માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી છે. કૃષ્ણા પુનિયા હરિયાણાના હિસારની વતની છે. તેના લગ્ન 2000માં રાજસ્થાનના ચુરૂમાં રહેતા વીરેન્દ્ર સિંહ પુનિયા સાથે થયા હતા. હાલ કૃષ્ણા સાદુલપુર (ચૂરુ)થી ધારાસભ્ય છે. કૃષ્ણા પુનિયા જયપુર ગ્રામીણ લોકસભા સીટ પરથી BJPના રાજ્યવર્ધન સિંહ રાઠોડ વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં છે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત