પશ્વિમ બંગાળમાં ચૂંટણી પંચે પ્રચાર પર રાત્રે જ પ્રતિબંધ કેમ લગાવ્યો?ઃ માયાવતી

લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કા દરમિયાન ચૂંટણી પંચે બંગાળમાં ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યાથી પ્રચાર કરવા પર રોક લાગવી દીધી છે. આ મામલે ટીએમસી અને કોંગ્રેસ બાદ હવે બહુજન સમાજ પાર્ટીએ પણ ચૂંટણી પંચની કાર્યવાહી પર પ્રશ્ન કર્યા છે. બીએસપી પ્રમુખ માયાવતીએ જણાવ્યું હતું કે, બંગાળમાં આજે વડાપ્રધાન મોદીની બે રેલીઓ છે…પ્રચાર પર રોક લગાવવી જ હતી તો સવારથી રોક લગાવવામાં કેમ ના આવી? ચૂંટણી પંચ દબાણમાં કામ કરી  છે.
માયાવતીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં પ્રચાર પર ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યાથી રોક લગાવી હતી તો આજે સવારથી કેમ રોક લગાવવામાં ના આવી? આ પક્ષપાતપૂર્ણ છે અને ચૂંટણી પંચ દબાણમાં કામ કરી  છે.
તેમણે ઉમેર્યું હતું કે, સ્પષ્ટ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને તેમના નેતા મમતા બેનરજીને નિશાન બનાવી રહ્યા છે, યોજનાબદ્ધ રૂપે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ ખૂબ જ જાખમી છે અને અન્યાયપૂર્ણ છે. જે દેશના વડાપ્રધાનને શોભતું નથી.