પવિત્ર શ્રાવણ માસના ઉપવાસ મોંઘા પડશે, ફ્રુટના ભાવ આસમાને પહોંચ્યા…

પવિત્ર શ્રાવણ માસમાં હવે ફ્રુટ ખાવુ એ મોંઘુ બનશે કેમ કે, વરસાદના કારણે બજારમાં ફ્રુટની આવક ઘટી ગઇ છે અને બીજીતરફ ઉપવાસના કારણે માગ વધી છે. જે રીતે ફ્રુટના ભાવમાં વધારો થઈ રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે શ્રાવણ માસના ઉપવાસ કરવા મોઘા પડશે. અને શાકભાજી બાદ હવે ફ્રુટના ભાવ વધતાં ગૃહિણીઓનુ બજેટ ખોરવાયુ છે.
બજારમાં ફ્રુટના ભાવ વધી જાય છે. આ વખતે શ્રાવણ માસમાં સફરજનના કિલોના ૨૦૦-૨૪૦ના ભાવ બોલાઇ રહ્યો છે. કેળા જે ૩૦-૩૫ ડઝનના ભાવે વેચાતાં હતાં તેનો ભાવ ૪૦-૪૫ના ભાવે વેચાઇ રહ્યાં છે. આલુબુખારાનો ભાવ ૧૯૦એ પહોંચ્યો છે. ચિકુના કિલોના ૧૦૦ રૂપિયા, રાસબરી ૨૦૦માં વેચાઇ રહી છે.

નાસપતિના કિલોના ૧૬૦ અને લીલી ખારેકનો કિલોનો ૧૦૦ ભાવ છે. આ ભાવ વધારાનું કારણે ગૃહિણીઓનુ બજેટ ખોરવાયુ છે. દરેક ફ્રુટ પર અદાજે ૨૦ થી ૫૦ રૂપિયાનો ભાવ વધારો જોવા મળે છે. જેના કારણ લોકોનું માનવું છે કે, શ્રાવણ મહિના પહેલા જ ફ્રુટનો ભાવ વધી ગયો છે જેના કારણે આ વખતે ઉપવાસમાં ફ્રુટ ખાવું મોઘું પડશે.