પર્રિકર રાફેલ ડીલ સાથે સંમેત નહોતા એટલે જ પદ છોડી ગોવા પરત ફર્યા હતાઃ શરદ પવાર

લોકસભા ચૂંટણીના પ્રચાર યુધ્ધ વચ્ચે રાફેલ વિમાનની ખરીદીનો મુદ્દો ફરી ગરમાઈ રહ્યો છે. હવે આ વિવાદમાં મહારાષ્ટÙના એનસીપી અધ્યક્ષ શરદ પવાર પણ કુદયા છે.મહારાષ્ટÙની સભાઓમાં જ્યાં નરેન્દ્ર મોદી શરદ પવારને ટાર્ગેટ બનાવી રહ્યા છે ત્યારે હવે પવારે વળતો પ્રહાર કરીને કÌš છે કે, મનોહર પરિકર કેન્દ્રમાં સંરક્ષણ મંત્રીનુ પદ છોડીને ગોવા પાછા આવી ગયા હતા.કારણકે તેઓ રાફેલ વિમાનની ડીલ સાથે સંમત નહોતા.
પવારે કોલ્હાપુરમાં પત્રકારોને ક્હયુ હતુ કે, પરિકરને રાફેલ ડીલ સ્વીકાર્ય નહોતી. ઉલ્લેખનીય છે કે, મનોહર પરિકરે ૨૦૧૪માં રક્ષામંત્રી તરીકે ચાર્જ લીધો હતો.એ પછી ૨૦૧૭માં તેઓ સંરક્ષણ મંત્રી તરીકે રાજીનામુ આપીને ગોવા પાછા ફર્યા હતા અને ફરી ગોવાના સીએમ તરીકે હોદ્દો સંભાળ્યો હતો.
પરિકરનુ ૧૭ માર્ચે નિધન થયુ હતુ.આ પહેલા રાહુલ ગાંધીએ પણ દાવો કર્યો હતો કે, મનોહર પરિકરને રાફેલ ડીલ અંગે કોઈ જાણકારી નહોતી.તેમના આ પ્રક્રિયામાં સામેલ કરાયા નહોતા.જાકે રાહુલ ગાંધીના આરોપોને પરિકરે ફગાવી દીધા હતા.