પત્રકારે વડાપ્રધાન પર સવાલ પૂછતા ઐય્યર ભડક્યાઃ પત્રકારોને મુક્કો મારવાની ધમકી આપી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણીશંકર અય્યરે ફરી એક વખત મગજ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પત્રકારોએ તેમને વડાપ્રધાન મોદીને લઈને સવાલ પૂછ્યા હતા. જે વાતે અય્યર નારાજ થઈ ગયા હતા. તેઓએ પત્રકારને મુક્કો દેખાડતાં  કે હું તને મારી દઈશ. અય્યરે મે ૨૦૧૭માં મોદીને નીચ વ્યક્ત કહ્યાં હતા. ૧૪ મેનાં રોજ અય્યરે ફરી  કે હું મારા નીચ વ્યક્તવાળા નિવેદન પર કાયમ છું. આ મુદ્દે ચર્ચા કરવાની મારી કોઈ જ ઈચ્છા નથી.
પત્રકારના સવાલ પર અય્યરે  કે, “ભારતમાં એક જ વ્યક્ત છે, તેના તીખા હુમલાઓ તમે નથી જાયા તેમને સવાલ કરો. તેઓ તમારી સાથે એટલે વાત નથી કરતા કેમકે તે ડરપોક છે.” જે બાદ અય્યરે  કે હવે તમે મને કોઈ સવાલ નહીં કરો. પત્રકારે અય્યરને નારાજ ન થવાનું  જતા જતા અય્યરે પત્રકારને અપશબ્દો પણ કહ્યાં.
અય્યરે હતું કે, “૨૩ મેનાં રોજ દેશની જનતા તેમને બહારનો રસ્તો દેખાડી દેશે. મોદી ભારતમાં અત્યાર સુધીના સૌથી વધુ ખોટું બોલનારા વડાપ્રધાન રહ્યાં છે. મને યાદ છે કે ૭ ડિસેમ્બર, ૨૦૧૭નાં રોજ મેં શું  હતું. શું હું ભવિષ્યવક્તા ન હતો?” અય્યરે મોદી પર દેશ વિરોધ પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા અને જવાનોની શહાદતનો ઉપયોગ કરી સત્તામાં પરત ફરવાની ઈચ્છા રાખવાનો આરોપ લગાવ્યો છે.