પઠાણ ફિલ્મમાં ટાઈગર બનીને શાહરુખને બચાવશે સલમાન ખાન…

7

મુંબઈ : બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનની આગામી ફિલ્મ પઠાન ને લઈને ફેંસ ખૂબ ઉત્સાહિત છે. તો સલમાન ખાનના ફેંસ પણ આ ફિલ્મની રીલીઝ ડેટને લઈને રાહ જોઈ રહ્યા છે. હકીકતમાં, બંન્ને સુપરસ્ટાર અકસાથે જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન કેમિયો કરતા જોવા મળશે. સાથે જ તેનું એક થા ટાઈગરવાળો લૂક પણ જોવા મળશે. આ ફિલ્મ યશરાજ પ્રોડક્શનના બેનર હેઠળ બનવાની છે. એક રિપોર્ટ અનુસાર આ ફિલ્મમાં સલમાન ખાન ટાઈગર બનીને શાહરુખ ખાનને બચાવશે. તો આ ફીલ્મમાં સલમાનની એન્ટ્રી પણ ધમાકેદાર થશે. એક સીનમાં શાહરુખ દુશ્મનો વચ્ચે ઘેરાયેલો હશે ત્યારે સલમાન તેને રેસ્કયૂ કરશે.
આ ફિલ્મની ફેંસ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાથે જ ફિલ્મમાં શાહરૂખ-સલમાનની જોડીને પણ ફેંસ તરફથી ખૂબ પ્રેમ મળશે તેવી આશા છે. આ વર્ષે ઈદના પ્રસંગે સલમાનની આગામી ફિલ્મ ‘રાધે’ રિલીઝ થશે. પરંતુ ‘પઠાણ’ની રીલીઝ થવાની તારીખ હજુ જાહેર થઈ નથી. તમને જણાવી દઈએ કે, પઠાણની શૂટિંગ હાલ દૂબઈમાં ચાલી રહી છે. ફિલ્મમાં શાહરુખની ઓપોઝિટ દીપીકા જોવા મળશે.
તો એકટ્ર જ્હોન અબ્રાહમ પણ ખાસ પાત્ર ભજવતો જોવા મળશે. સલમાન પઠાણમાં કેમિયો કરતા જોવા મળશે. શાહરુખ અને સલમાને ફિલ્મ કરણ-અર્જુનમાં સાથે કામ કર્યુ હતું., આ ફિલ્મમાં બંન્નેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ બાદ ‘હમ તુમ્હારે હે સનમ’માં પણ સાથે કામ કર્યુ હતું. શાહરુખની ફિલ્મ કુછ-કુછ હોતા હૈ માં સલમાને નાનકડો રોલ ભજ્વયો હતો. તો શાહરુખે સલમાનની ફિલ્મ ‘ટયૂબલાઈટ’ અને ‘હર દિલ જો પ્યાર કરેગા’માં કેમિયો કર્યો હતો.