ન્‍યૂયોર્ક સીટી : “હંગર મીટાઓ” અભિયાનનો લાખો જરૂરીયાતમંદ લોકોને મળી રહેલો લાભ…

  • ઇન્‍ડિયન અમેરિકન કાઉન્‍સીલના ઉપક્રમે ર૦૧૭ ની સાલથી શરૂ કરાયેલા અભિયાનનો લાખો જરૂરીયાતમંદ લોકોને મળી રહેલો લાભ…

  • હયુસ્‍ટન તથા ન્‍યૂયોર્ક સીટી બાદ હવે એટલાન્‍ટા તથા નોર્થ જયોર્જીયા ચેપ્‍ટર શરૂ…

એટલાન્‍ટા : યુ.એસ.મા ઇન્‍ડિયન અમેરિકન કાઉન્‍સીલ એટલાન્‍ટા ચેપ્‍ટરના ઉપક્રમે ૧ ઓગસ્‍ટથી ૩૧ ઓગસ્‍ટ ર૦૧૯ દરમિયાન ‘‘હંગર મીટાઓ અભિયાન” માટે ફંડ ભેગુ કરવાનું કામ હાથ ધરાશે તથા એટલાન્‍ટામાં વસતા જયોર્જીયન પ્રજાજનોને ભોજન પૂરૂં પડાશે. સપ્‍ટે. ર૦૧૭ ની સાલથી ઇન્‍ડિયન અમેરિકન કાઉન્‍સલ દ્વારા શરૂ કરાયેલા હંગર અકિલા મીટાઓ અભિયાન અંતર્ગત ૧ મિલીયન લોકોને ભોજન પુરું પાડવાનો લક્ષ્યાંક માત્ર સાત માસમાં જ પૂર્ણ થઇ શકયો હતો.

ઇન્‍ડિયન અમેરિકન કાઉન્‍સીલના કો.ફાઉન્‍ડર શ્રી અન્ના તથા શ્રી રાજ અસાવાના ડોનેશનની મદદથી હયુસ્‍ટન તથા ન્‍યુયોર્ક સીટીના ૬ મિલીયન જરૂરીયાતમંદ લોકોને  ભોજન પુરૂ પાડી શકાયુ હતુ. જેનો વ્‍યાપ હવે એટલાન્‍ટા તથા નોર્થ જયોર્જીયામાં કરાયો છે. આ અભિયાન અંતર્ગત જયાં તમે રહેતા હો ત્‍યાં કશુંક અર્પણ કરો તેવા સિદ્ધાંત હેઠળ શરૂ કરાયેલા રાષ્‍ટ્રીય ક્‍ક્ષાની ઝુંબેશમાં ર વર્ષ દરમિયાન નોર્થ ટેકસાસના ૪ મિલીયન જરૂરીયાતમંદ બાળકો, મહિલાઓ તથા વૃધ્‍ધોને ભોજન પુરૂ પાડવામા આવ્‍યું છે. હવે તેનો વ્‍યાપ એટલાન્‍ટા તથા નોર્થ જયોર્જીયા સુધી વધારાયો છે.

  • Yash Patel