નેહા કક્કડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ, તમે જોયો કે નહીં?

પ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કડ હાલ ખૂબ જ ચર્ચાઓમાં છે. જો વાત કરીએ તેના સોશિયલ મીડિયાની તો તેના ફેન્સ તેની દરેક પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે. થોડાં દિવસ પહેલા નેહા કક્કડે વધુ એક વીડિયો શેર કર્યો છે, જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

નેહા કક્કડ પોતાના સિંગિગ ઉપરાંત સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. આવાર-નવાર તેના મજાકિયા અને ચુલબુલા વીડિયોઝ તે પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ તેણે તેનો વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાના જ એક ગીત પર ડાન્સ કરી રહી છે. લોકોને તેનો આ ડાન્સ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ અગાઉ તેણે પોસ્ટ કરેલા એક વીડિયોએ પણ ધૂમ મચાવી હતી. આ વીડિયોમાં નેહાનો કોમેડી અંદાજ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાક મહિનાઓથી નેહા કક્કડ તેના બોયફ્રેન્ડ હિમાંશ કોહલીની સાથે બ્રેકઅપને લઈને ચર્ચામાં હતી. તે દરમિયાન નેહાની ઘણી બધી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.