નેસ વાડિયાને કારણે Kings XI Punjab પર લાગી શકે છે પ્રતિબંધ

IPLની 12મી સિઝનમાં રમી રહેલી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે. જાપાનમાં રજા દરમિયાન ડ્રગ્સ રાખવાના મામલામાં પંજાબની ટીમના સહ-માલિક નેસ વાડિયાને બે વર્ષની ફટકારવામાં આવી છે. આ સજાને કારણે કિંગ્સ ઈલેવન પંજાબ પર મુશ્કેલી આવી શકે છે.

IPLના નિયમ અનુસાર, કોઈ ટીમ અધિકારી આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ ન હોવો જોઈએ, જેને કારણે ટીમ, લીગ, BCCI કે પછી ગેમની આલોચના થાય કે પછી તેને માટે શરમનો અનુભવ કરવો પડે. જો કોઈ ટીમ અધિકારી આ પ્રકારની હરકત કરતા દોષી ઠરશે તો તેમની ટીમને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

હવે કિંગ્સ ઈલેવન પંજાબ અને નેસ વાડિયા સાથે સંકળાયેલા મામલાની તપાસ માટે પહેલા કમિશનની પાસે જશે અને પછી ત્યારબાદ કમિશન તેને લોકપાલ પાસે મોકલશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ટીમ પ્રિન્સિપાલને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે સસ્પેન્સનનો સામનો કરવો પડ્યો હતો. BCCIના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, પંજાબની ટીમની મુશ્કેલીઓ વધી શકે છે.

BCCIના એક અધિકારીએ કહ્યું હતું કે, લોઢા પેનલે ચેન્નાઈ સુપર કિંગ્સને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી હતી, કારણ કે તેનો અધિકારી સટ્ટાબાજીમાં પકડાયો હતો. આ મામલામાં અમે માલિકને આપરાધિક કોર્ટ દ્વારા ડ્રગ્સ રાખવાની સજા સંભળાવી છે. જો તે રાજ્ય ક્રિકેટ અધિકારી હોત, તો પોતે જ પદ ધારણ કરવા માટે અયોગ્ય થઈ જતે.