ગુજરાત

નેતાઓના તમાશા કોરોના નોતરશે : પંચમહાલમાં લગ્નમાં નિયમ ભંગ બદલ ૧૦ લોકો સામે ફરિયાદ

  • લગ્ન પ્રસંગનો વિડીયો વાયરલ થયા બાદ પંચમહાલ પોલિસે ઘોઘંબામાં કાર્યવાહી હાથ ધરી…
  • વરરાજા અને પિતા સહિત ૧૦ લોકો સામે ફરિયાદ : ૮ વ્યક્તિઓની અટકાયત કરાઈ…
  • ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપ્રમુખે લગ્નમાં ભીડ એકઠી કરી હતી…
  • કોરોના સંક્રમણ વચ્ચે નેતાઓના તમાશા સામે જનતામાં પ્રવર્તિ રહેલો રોષ…

પંચમહાલ : જિલ્લાના ઘોઘંબામાં લગ્નમાં ડાન્સ કરતો વિડીયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં વરરાજા અને તેના પિતા સહિત ૧૦ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં ડીજે સંચાલક, મહારાજ, મંડપ ડેકોરેશન સંચાલક સામે પણ ફરિયાદ નોંધી છે. આ મામલે પોલીસે ૮ વ્યક્તિઓની અટકાયત કરી છે.

મહત્વનું છે કે ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપ્રમુખે લગ્નમાં ભીડ એકઠી કરી હતી.. છેલુ રાઠવાના પુત્રના લગ્નમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. છેલુ રાઠવા ભાજપ પ્રદેશ આદિવાસી મોરચાના પૂર્વ પ્રમુખ છે. લગ્નના આગલા દિવસે શનિવારે ગોતરદેવી પૂજા વિધિ યોજાઇ હતી. પૂજા વિધિમાં મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે ઝુમ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button