નીતા અંબાણી FSDL અંડર-૧૭ વિમેન્સ ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરશે…

ફૂટબોલ સ્પોટ્‌ર્સ ડેવલપમેન્ટ લિમિટેડ અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીએ ભારતમાં અને ખાસ કરીને છોકરીઓ વચ્ચે ફૂટબોલની રમતની લોકપ્રિયતા વધારવા માટે બે મોટી પહેલોની જાહેરાત કરી હતી. આ અંતર્ગત ફૂટબોલ સ્પોટ્‌ર્સ ડેવલપમેન્ટ લિમિટેડ અંડર-૧૭ વિમેન્સ ટૂર્નામેન્ટ શરૂ કરશે અને વર્ષ ૨૦૧૯-૨૦ની સિઝનની શરૂઆતમાં ચિલ્ડ્રન્સ લીગનું આયોજન કરશે.

ઇન્ડિયન સુપર લીગ કલ્બ ઑનર્સની મુંબઈમાં ગુરુવારે યોજાયેલી બેઠકને સંબોધન કરતાં અંબાણીએ કહ્યું હતું કે, “લાખો બાળકો વિવિધ રમતોમાં સામેલ થાય એવું મારું વિઝન છે. વર્ષોથી આઇએસએલ ક્લબ એકેડેમિક્સ, રિલાયન્સ ફાઉન્ડેશન યંગ ચેમ્પ્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન યૂથ સ્પોટ્‌ર્સની પહેલો દ્વારા અમે ફૂટબોલને લોકપ્રિય બનાવવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે, પ્રતિભાઓને ઓળખી છે અને ભારતીય યુવાનોને વ્યાવસાયિક વાતાવરણમાં તેમની કુશળતા પ્રદર્શિત કરવાની તક આપી છે. અમારાં આરએફ યૂથ સ્પોટ્‌ર્સ અને આરએફ યંગ ચેમ્પ્સ પ્રોગ્રામ દ્વારા ૯ મિલિયનથી વધારે બાળકોને અસર થઈ છે. ફિફા અંડર ૧૭ વર્લ્ડ કપનું વર્ષ ૨૦૧૭માં આયોજન થવાથી યુવાનો વચ્ચે ફૂટબોલની લોકપ્રિયતા વધી છે. મને ખાતરી છે કે, ફિફા અંડર ૧૭ વિમેન્સ વર્લ્ડ કપ ૨૦૨૦ આ સફરને વેગ આપશે.”