નિધનના ત્રણ કલાક પહેલા આર્ટિકલ 370 અંગે સુષમાજીએ કરેલું ભાવુક ટ્વીટ

અનેકવાર આતંકવાદનો મુદ્દો ઉઠાવનાર સુષમાજીએ 370 અંગે છેલ્લું ટ્વીટ કર્યું હતું…

નવી દિલ્હી ; પૂર્વ વિદેશમંત્રી સુષ્માં સ્વરાજનું આજે રાત્રે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે તેણીને ગંભીર હાલતમાં દિલ્હીની એમ્સમાં દાખલ કરાયા હતા જ્યાં તેઓનું 67 વર્ષની વયે નિધન થયું હતું સુષ્માજી કેટલાક સમય દિલ્હીના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા હતા.

એનડીએના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેણે કેટલાય દેશોની યાત્રા કરી હતી અને ભારતની મજબૂત ઓળખ ઉભી કરી હતી વિદેશમાં રહેતા કોઈ ભારતીયોને કોઈ સમસ્યા હોય તો સુષમાજી હંમેશા મદદ માટે તૈયાર રહેતા પોતાના કાર્યકાળમાં અનેક વખત આતંકવાદનો મુદ્દો ઉઠાવનારા સુષ્માજીએ માત્ર ત્રણ કલાક પહેલા ભાવુક ટ્વીટ કર્યું હતું.

ટ્વીટમાં સુષ્મા સ્વરાજે લખ્યું હતું કે પ્રધાનમંત્રીજી આપને હાર્દિક અભિનંદન, હું જીવનમાં આ દિવસ જોવાની પ્રતીક્ષા કરતી હતી.