ગુજરાત

ના.મુખ્યમંત્રી નિતીન પટેલે કોન્ફરન્સ યોજી કરી જાહેરાત : ખાનગી લેબમાં RTPCR ચાર્જમાં ઘટાડો…

  • મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા નાગરિકોના કાર્ડની મુદત ૩૧ માર્ચે પૂરી થઈ હોય તો તેમના માટે ૩ મહિનાની મર્યાદા વધારવામાં આવી છે…
  • નાયબ મુખ્યમંત્રીની જાહેરાત : ખાનગી લેબમાં ટેસ્ટના ચાર્જમાં રૂ. ૧૦૦ થી ર૦૦નો ઘટાડો…
  • ઘર બેઠા ટેસ્ટના રૂ.૧૧૦૦ને બદલે ૯૦૦ થશે…

ગાંધીનગર : રેપિડ ટેસ્ટના ડોમની સાથે ખાનગી લેબોરેટરીઓમાં RTPCR ટેસ્ટ કરાવવા માટે પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે દર્દીને હોસ્પિટલમાંથી અથવા નાગરિકના ઘરે જઈને ટેસ્ટ કરવામાં આવે તો ૧૧૦૦નો ચાર્જ હતો તેમાં ૨૦૦નો ઘટાડો કરાયો છે.ખાનગી લેબોરેટરીમાં દર્દી ટેસ્ટ કરાવવા માગે તો ૧૧૦૦માંથી ૯૦૦ રૂપિયા જ ચાર્જ લઈ શકશે.લેબોરેટરીમાંથી ટેસ્ટ કરાવે તો તેમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડો આવતીકાલથી તમામ લેબોરેટરીમાં અમલમાં મૂકવાનો રહેશે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ ઉમેર્યું હતું કે મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા નાગરિકોના કાર્ડની મુદત ૩૧ માર્ચે પૂરી થઈ હોય તો તેમના માટે ૩ મહિનાની મર્યાદા વધારવામાં આવી છે.આ કાર્ડ હવે ૩૦-૬ સુધી અમલમાં રહેશે અને આ બાદ સ્થિતિ મુજબ ફરીથી નિર્ણય કરવામાં આવશે.અત્યાર સુધીમાં ગુજરાત સરકારના ખર્ચે ૪૦.૯૯ લાખ RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. લોકડાઉન પર રાજ્ય સરકાર દ્વારા જે વિચારણા કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button