વર્લ્ડ

નાસાનું હેલિકોપ્ટર ઈન્જેન્યૂટી મંગળ ગ્રહના વાતાવરણમાં ઉડાન ભરશે…

USA : મંગળ ગ્રહ પર જો બધું જ યોગ્ય રહ્યું તો નાસાનું હેલિકોપ્ટર ઈન્જેન્યૂટી સોમવારે ઉડાન ભરી શકે છે. આ હેલિકોપ્ટર મંગળ ગ્રહ પર જોરદાર ઠંડીનો સામનો કરી રહ્યું છે. નાસાએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે, જો અમારો પ્લાન સફળ રહ્યો, તો સોમવારે આ ઐતિહાસિક ઉડાનને પાર પાડવામાં આવી શકે છે.પૃથ્વીની બહાર પહેલી વખત આ ઉડાન ભરવામાં આવશે. જેના પર દુનિયાભરના લોકોની નજર રહેલી છે. આ પહેલાં ૧૧ એપ્રિલે આ ઉડાન ભરવાની હતી, પરંતુ ટેકનિકલ ખામીને કારણે તેને ટાળી દેવામાં આવ્યું હતું.
નાસાએ જાણકારી આપી છે કે રોવરની જેમ આ હેલિકોપ્ટર મિશનને સફળ અને અસફળ રહ્યું કે નહીં તેની જાણકારી તાત્કાલિક નહીં મળી શકે. તેની સાથે જોડાયેલાં ડેટા કેલિફોર્નિયાની ટીમને મળશે. તો નાસા વેબસાઈટ પર આ ઉડાનને લાઈવ જોઈ શકાશે. હેલિકોપ્ટર પર નજર રાખી રહેલી ટીમે તેના સોફ્ટવેરને પણ અપડેટ કર્યા છે. ૧૬ એપ્રિલે હેલિકોપ્ટરે રેપિડ સ્પિન ટેસ્ટ પાસ કર્યો છે. જેનો ખુલાસો ડેટા મળ્યાં બાદ થાય છે. તો હવે તેને પૃથ્વીથી કોઈ પણ જાતની મદદ વગર ઉડાન ભરવાની છે.
ઈન્જેન્યૂટીની કંડિશન ઠીક છે.તેની એનર્જી કોમ્યુનિકેશન સિસ્ટમ પણ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. જો હેલિકોપ્ટર ટેક ઓફ અને થોડ દૂર સુધી ફરવામાં સફળ રહ્યું તો મિશન ૯૦% સફળ ગણાશે. જો તેનું લેન્ડિંગ સફળ રહેશે અને તે બાદ પણ તે યોગ્ય રીતે કામ કરશે તો ચાર ફ્લાઈટ્‌સ વધુ ટેસ્ટ કરાશે. આ પહેલી વખત કરવામાં આવતું ટેસ્ટ છે.
મંગળગ્રહ પર તેની જરૂરિયાત એટલા માટે છે કેમકે ત્યાં અજાણી-અનદેખી સપાટી ઘણી જ ઉબડ ખાબડ છે. મંગળના ઓર્બિટમાં ચક્કર લગાવી રહેલા ઓર્બિટર તેની ઉંચાઈથી એક મર્યાદા સુધી જ સ્પષ્ટ જોઈ શકે છે. રોવરથી સપાટીના દરેક ખૂણે પહોંચવાનું શક્ય છે. એવામાં હેલિકોપ્ટરની જરૂરિયાત ઘણી જ છે.

  • Yash Patel

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button