નારિયેળ પાણી પીવાથી મળે છે અઢળક ફાયદાઓ…

19

નારિયેળ પાણી માં એન્ટીઓક્સીડેન્ટ અને ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. નારિયેળ પાણી પીવાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા મળે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વખત નારિયેળ પાણી જરૂર પીવું જોઈએ. નારિયેળ પાણી પીવાથી આપણા શરીરને અન્ય ક્યા ક્યા ફાયદા મળે છે તે આપણે અહીં જાણીશું.

પથરીની સમસ્યામાંથી મળશે રાહત
પથરીની સમસ્યા થવા પર ડોક્ટર દ્વારા નારિયેળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. કારણકે નારિયેળ પાણીમાં રહેલ ક્રિસ્ટલ પથરીને ગાળવાનું કાર્ય કરે છે. આવું થવા પર પેશાબના રસ્તેથી પથરી નીકળી જાય છે. એટલા માટે જે લોકોને કિડનીમાં પથરીની સમસ્યા હોય તેઓએ નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ.

પાણીની જરૂરિયાત ને પૂરી કરે છે
ગરમીની સિઝનમાં અવારનવાર શરીરમાં પાણી ઓછું થઈ જાય છે અને પાણી ઓછું થવાને લીધે ઘણી વખત ચક્કર આવવા લાગે છે. ઉનાળામાં જરૂરી છે કે તમે શરીરને હાઈડ્રેટ રાખો. નારિયેળ પાણી પીવાથી શરીરને હાઈડ્રેટ રાખી શકાય છે. નારિયેળ પાણી પીવાથી શરીરમાં પાણીની જરૂરિયાત પૂરી થાય છે અને ઉનાળાના સમયમાં પણ તમે ફ્રેશ રહી શકો છો.

વજન ઓછું થાય છે
જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે તેઓએ નારિયેળ પાણી જરૂર પીવું જોઈએ. કારણકે નારિયેળ પાણી માં ઓછી કેલરી હોય છે. નારીયેળ પાણી પીવાથી શરીરને જરૂરી તત્વ જેવાકે વિટામિન, પોટેશિયમ, ફાઇબર, કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ મળી રહે છે.

ચહેરા પર ચમક લાવે છે
જે લોકો દરરોજ એક નારિયેળ પીવે છે તેમના ચહેરા પર ચમક આવી જાય છે. સાથોસાથ તેને પીવાથી ખીલ અને ડાઘ ની સમસ્યામાંથી પણ રાહત મળે છે. એવું કહેવામાં આવે છે કે નારિયેળ પાણી અને દરરોજ પીવાથી જ ચહેરો યુવાન બની રહે છે.

પેટને રાખે છે સ્વસ્થ
નારિયેળ પાણી પીવાથી પેટને લગતી બધી જ પરેશાનીઓથી રાહત મેળવી શકાય છે. તેને પીવાથી કબજિયાત અને ગેસ જેવી પેટની તકલીફો મિનિટોમાં દૂર થઈ જાય છે. ફક્ત એટલું જ નહીં પરંતુ નારિયેળ પાણી પીવાથી પાચન શક્તિ મજબૂત થાય છે અને ખોરાક આસાનીથી પછી જાય છે. વળી પેટ માં કોઈપણ પ્રકારનો ઇન્ફેક્શન થવા પર નારિયેળ પાણી પીવામાં આવે તો ઇન્ફેક્શન માંથી ખૂબ જ જલ્દી રાહત મળે છે. (જી.એન.એસ.)