નવ વર્ષની સાવકી પુત્રીની હત્યાના આરોપમાં ભારતીય મૂળની મહિલા દોષિત

અમેરિકામાં ભારતીય મૂળની એક મહિલાને નવ વર્ષની સાવકી દીકરીના હત્યા કેસમાં દોષિત ઠેરવાઇ છે અને તેની સજા ત્રીજી જૂને જાહેર કરાશે. આ કેસમાં તેને ૨૫ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. ૨૦૧૬માં ૫૫ વર્ષીય શામદાઇ અર્જુને તેની પુત્રી અશદીપ કૌરની ગળુ દબાવી હત્યા કરી હતી.
કાર્યવાહક ડિસ્ટ્રીક્ટ એટર્ની જાન રિયાને ચુકાદો સંભળાવતા જણાવ્યું હતું કે બાળકી સાથે થયેલી ઘટના અત્યંત દર્દનાક હતી. તેની સંભાળ સાવકી માતાને કરવાની હતી પરંતુ તેણે બાળકીની હત્યા કરી દીધી. તેથી આરોપી કાયદા હેઠળ મહત્તમ સજાના હકદાર છે. એટર્નીની આ ટિપ્પણી પછી માનવામાં આવી  છે કે દોષિત શામદાઇને આજીવન કેદની સજા થશે.
આ ઘટનાના સાક્ષીએ જણાવ્યા અનુસાર તેણે ૨૦૧૬ની ૧૯મી ઓગસ્ટે સાંજે શામદાઈને તેના ભૂતપૂર્વ પતિ રેમન્ડ નારાયણ, ત્રણ અને પાંચ વર્ષનાં બે પૌત્ર સાથે કવિન્સ સ્થત એપાર્ટમેન્ટ બહાર નીકળતા જાયા હતા. તેણે સાવકી પુત્રી વિશે પુછ્યું તો શામદાઇએ  હતું કે તે બાથરૂમમાં છે અને તેના પિતાના આવવાની રાહ જાઇ રહી છે. તે તેને લઈ જશે.
ત્યાર બાદ સાક્ષીએ જાયું કે બાથરૂમની લાઈટ ઘણાં કલાક સુધી ચાલુ છે. તેણે પીડિતાના પિતા સુખજિંદરને ફોન કર્યો. તેમના આવ્યા બાદ બાથરૂમનો દરવાજા તોડવામાં આવ્યો. ત્યાં અશદીપ નગ્ન અવસ્થામાં બાથટબમાં મૃત પડી હતી. તેના શરીર પર ઇજાના નિશાન હતા. મેડીકલ રિપોર્ટમાં પણ હાથથી ગળું દબાવી હત્યા કરાઇ હોવાની પુષ્ટ થઇ હતી.