નરેન્દ્ર મોદીને એક જ દિવસમાં ત્રણ ઝટકા, જાણો વિગત વાર માહિતી ટચ કરી ને વાંચો

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા ચર્ચા માં રહે છે, ચૂંટણી ટાઈમ હોય તે અત્યારે ચૂંટણી પ્રચાર માં વ્યસ્ત હોય ત્યારે ગઈકાલે ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હીમાં એક સાથે ત્રણ ઝટકા લાગ્યા છે. જેના કારણે ભાજપની લોકસભા ચૂંટણી પહેલા મુસીબતોમાં વધારો થયો છે. આમ તો ત્રણે બાબતો છેલ્લાં કેટલાય સમયથી ગૂંચવાયેલી હતી પણ આજે ધીમે ધીમે કરતાં કરતાં એક સાથે ત્રણ ઝટકા પ્રધાનમંત્રીની સરકારને લાગ્યા. જે તમામ ઝટકાની વિગતે વાત કરીએ તો..ઝટકો નંબર 1- બાયોપિકની રિલીઝ પર સુપ્રીમની બ્રેક પીએમ મોદીની બોયોપિકની રીલિઝ પર ચૂંટણી પંચે બ્રેક લગાવી. આ ફિલ્મ 11મી એપ્રિલના રોજ રીલિઝ થવાની હતી. જોકે, ફિલ્મની રીલિઝ પર ચૂંટણી પંચે રોક લગાવી. ગત દિવસે સુપ્રીમ કોર્ટે પીએમ મોદીની બાયોપિક મામલે તુરંત સુનાવણી કરવા ઇનકાર કર્યો હતો. આ પહેલા ફિલ્મની રિલીઝ કરવાની તારીખ બે વખત બદવવામાં આવી છે. ફિલ્મને પાંચમી એપ્રિલે રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. જોકે, બાદમાં આ તારીખ 11મી એપ્રિલ કરી દેવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે, પીએમ મોદીની બાયોપિકને રિલીઝ થતી અટકાવવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટમાં વકીલ અભિષેક મનુ સિંઘવીએ જસ્ટિસ એસએ બોબડેની ખંડપીઠ સમક્ષ આ મામલે તુરંત સુનાવણી કરવાની માગ કરી હતી. જોકે, કોર્ટે આ મામલે સુનાવણી કરવાનું ટાળ્યુ અને વધુ સુનાવણી આગામી દિવસોમાં કરવાના આદેશ આપ્યા હતા.