”નડીયાદ ન્યુજર્સી USA” : અમેરિકામાં વસતા નડીયાદના વતનીઓને એક છત્ર હેઠળ ભેગા કરતું ઓર્ગેનાઇઝેશન..

૨૯ જુન ૨૦૧૯ના રોજ આયોજીત સમર પિકનીકમાં ૮૦૦ ઉપરાંત નડીયાદવાસીઓ ઉમટી પડયા…

ન્યુજર્સી : નડીયાદ ન્યુજર્સી USAના ઉપક્રમે તાજેતરમાં ૨૯ જુન ૨૦૧૯ શનિવારના રોજ વાર્ષિક સમર પિકનીક યોજાઇ હતી. જોન્સન પાર્ક, પિસ્કાટા વે, ન્યુજર્સીમાં યોજાયેલ આ પિકનીકમાં સમગ્ર અમેરિકામાં વસતા નડીયાદના ૮૦૦ ઉપરાંત વતનીઓ જોડાયા હતા. તથા તમામ ઉમરના નડીયાદવાસીઓએ આખો દિવસ પિકનીકનો આનંદ માણ્યો હતો.

આ પિકનિકથી અમેરિકામાં વસતા તમામ નડીયાદવાસીઓ માટે મીટ એન્ડ ગ્રીટની તક મળી હતી. તથા પરિવારો અને મિત્રો તેમજ પડોશીઓ સાથેનો સંપર્ક થઇ શકયો હતો. નડીયાદ ન્યુજર્સી USAના વોલન્ટીઅર્સ ભાઇ બહેનોની અથાગ જહેમતથી સંપન્ન થયેલી પિકનીકમાં ડી.જે.સંગીત, ફેશન શો, રમત-ગમત સહિત અનેક મનોરંજનના આયોજનો કરાયા હતા. આખો દિવસ તમામ અગાઇથી રજીસ્ટ્રેશન કરાવી આવેલા મેમ્બર્સ તથા મહેમાનો માટે સ્વાદિષ્ટ ભોજન તથા વાનગીઓની વ્યવસ્થા કરાઇ હતી.

  • Naren Patel