‘નચ બલિયે ૯’ માં હિના ખાન પ્રેમી રોકી જયસ્વાલ સાથે ચમકશે

મુંબઈ,
ટીવી એક્ટ્રેસ હિના ખાને ફિલ્મી કરિયર પર ફોકસ કરવા માટે ટીવી સિરિયલ ’કસૌટી જિંદગી કી ૨’માંથી બ્રેક લીધો છે. હિના ખાન હવે ’નચ બલિયે ૯’માં જોવા મળશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડાન્સ રિયાલિટી શો ’નચ બલિયે ૯’માં હિના ખાન પ્રેમી રોકી જયસ્વાલ સાથે જોવા મળશે. હિનાની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ચેનલ એક્ટ્રેસ તથા તેના બોયફ્રેન્ડને એક એપિસોડ માટે ૧૦ લાખ રૂપિયા આપવા તૈયાર હતી. આટલી મોટી રકમ હિના ખાન જતી કરવા તૈયાર નહોતી. શરૂઆતમાં હિના ખાને આ શોમાં કામ કરવાને લઈ કોઈ રસ બતાવ્યો નહોતો પરંતુ ગયા અઠવાડિયે જ હિનાએ શોમાં કામ કરવાની હા પાડી દીધી હતી. હિના ખાને ફાઈનલ પેપર્સ પણ સાઈન કર્યા છે.

હિના ’કસૌટી જિંદગી કી ૨’માં જલ્દીથી કમબેક કરશે. હાલમાં શોમાં મિસ્ટર બજાજ તરીકે કરન સિંહ ગ્રોવર આવ્યો છે અને તેની લોકપ્રિયતા દિવસે દિવસે વધી રહી છે.