‘ધ ઝોયા ફેક્ટર’માં સોનમ કપૂર ક્રિકેટ કમેન્ટેટરનો રોલ ભજવશે…

સોનમ કપૂરની અપકમિંગ ફિલ્મ ’ધ ઝોયા ફેક્ટર’ આમ તો રાઇટર અનુજા ચૌહાણે લખેલી નવલકથા ’ધ ઝોયા ફેક્ટર’ પર આધારિત છે, પણ મેકર્સે ફિલ્મમાં કેટલાક બદલાવ કર્યા છે. નોવલમાં ઝોયાનું મુખ્ય કેરેક્ટર એડ્‌વર્ટાઇઝિંગ એક્ઝિક્યુટિવનું છે, જે પછીથી ઇન્ડિયન નેશનલ ક્રિકેટ ટીમની લકી ચાર્મ બની જાય છે. ફિલ્મમાં થયેલા નવા ફેરફારો બાબતે હાલ સમાચાર સામે આવ્યા છે.

એડિટિંગ ટીમના સૂત્રો પ્રમાણે, ફિલ્મમાં સોનમ કપૂરનો રોલ મંદિરા બેદીથી ઇન્સ્પાયર્ડ છે. જો કે, હજુ આ મામલે ડિરેક્ટરે કોઈ ચોખવટ કરી નથી. સૂત્રોનું કહેવું છે કે, ફિલ્મમાં ફીમેલ કમેન્ટેટરનું કેરેક્ટર હશે તે વાત નક્કી છે.
આ ઉપરાંત ફિલ્મને લઈને અન્ય એક સમાચાર પણ આવ્યા છે. ફિલ્મમાં ઝોયાના પિતાના રોલ માટે મેકર્સે પહેલાં અનિલ કપૂરને ફાઇનલ કર્યા હતા, પણ તેની બદલે હવે તે રોલ માટે સોનમના કાકા સંજય કપૂરને સિલેક્ટ કરવામાં આવ્યા છે. આ પ્રથમ ફિલ્મ હશે જેમાં સોનમ તેના કાકા સાથે ઓનસ્ક્રીન જોવા મળશે.