ધોની કોહલી માટે યોગ્ય મેન્ટર ઃ કેશવ બેનર્જી

ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ ઘણીવાર  છે કે તે ભાગ્યશાળી છે કે મહેન્દ્ર સિંહ ધોની તેની સાથે છે. ધોનીનાં બાળપણનાં કોચ કેશવ બેનર્જીએ કોહલીની વાતનું પુનરાવર્તન કરતા  કે ધોની કોહલી માટે યોગ્ય મેન્ટર છે. એક ઇન્ટરવ્યૂમાં કેશવ બેનર્જીએ š કે, “ધોનીનાં રણનીતિક કૌશલ્યનો કોઈ જાડ નથી અને આ માટે જ્યારે મેચને પરખવામાં અને રણનીતિ બનાવવાની વાત આવે છે તો ધોની આ સ્થતિમાં કોહલી માટે યોગ્ય માર્ગદર્શક છે.”
કેશવે કે, “મેચની સ્થતિને પરખવામાં અને રણનીતિ બનાવવામાં ધોની જેવું કોઈ નથી અને કોહલીની પાસે આ કૌશલ નથી. આ માટે કોહલીને જ્યારે પણ સલાહની જરૂરિયાત પડે છે તો તે ધોની પાસે આવે છે. જા ધોની ભારતીય ટીમનો ભાગ ના હોત તો કોહલીની મદદ કરવા માટે કોઈ ના હોત.” ભારત વિશ્વ કપમાં પોતાના અભિયાનની શરૂઆત ૫ જૂનથી દક્ષિણ આફ્રિકા સામે કરશે અને નબળા મધ્યક્રમ વિશે ઘણી વાતો થઈ રહી છે. ખાસ કરીને ચોથા ક્રમે કોઈ નિષ્ણાંત ખેલાડી ના હોવા વિશે. રાષ્ટય ટીમમાં ધોનીનાં બેટિંગ ક્રમને લઇને ઘણી ચર્ચાઓ થાય છે, કેમકે હવે ધોની પહેલાની માફક ફિનિશર તરીકે સફળ નથી થઈ રહ્યો. કેશવ બેનર્જીને લાગે છે કે ધોનીને નંબર-૪ પર આવવું જાઇએ.