ધોનીના સ્થાનને ભરવું એ એક મોટો કમાલ છે : પંત

ન્યુ દિલ્હી,
આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૯માં હારનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે નવી શરૂઆત કરવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયામાં ધણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ધોની જેવા દિગ્ગજે પોતાને વેસ્ટઈન્ડિઝ જેવા પ્રવાસથી બહાર રાખ્યો છે. એવામાં ટીમની વિકેટકીપિંગની તમામ જવાબદારી રિષભ પંત પર આવી ગઈ છે. પંતે કહ્યું તે માત્ર દેશ માટે સારૂ કરવા માંગે છે.

એક અખબાર સાથેની વાતચીતમાં પંતે ધોનીને રિપલેસ્ટમેન્ટ પર ટીમમાં સામેલ થવાના સવાલ પર જવાબ આપ્યો હતો. પંતે કહ્યું, મને ખ્યાલ છે કે ધોનીના સ્થાનને ભરવું એ એક મોટો કમાલ છે. જો હું તેના વિશે વિચારવા લાગીશ તો ફરી મુશ્કેલી વધશે, એટલા માટે હું કઈ વિચારતો જ નથી કે લોકો શુ કહી રહ્યા છે. હું માત્ર મારી રમત પર ધ્યાન આપવા માંગુ છું અને હું આપણા દેશ માટે સારૂ કરવા માંગુ છું. હું આ પડકારને સકારાત્મક રીતે લઈ રહ્યો છું. હવે મારે માત્ર શીખવું છે અને જોવું છે કે વધારે સુધારો કરવા માટે હું શું કરી શકુ છું.