ધોનીએ કર્યું એવું સ્ટમ્પિંગ કે વીડિયો જોઇને તમે પણ વિશ્વાસ નહીં કરો

બુધવારના રોજ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સે જબરદસ્ત 80 રનોથી જીત હાંસલ કરી લીધી હતી. આ સાથે જ ચેન્નાઇની ટીમ પોઇન્ટ ટેબલમાં ફરી પહેલા ક્રમે પહોંચી ગઇ હતી. આ મેચમાં સુરેશ રૈનાએ 59 રન ફટકાર્યા હતા, પરંતુ લોકોએ ધોનીની ઇનિંગના ભરપેટ વખાણ કર્યા હતા, જેણે 22 બોલમાં 44 રન ફટકારી દીધા હતા.

આ મેચમાં ચેન્નાઇ તરફથી ઇમરાન તાહિરે જબરદસ્ત પરફોર્મ કરતા 12 રન આપીને 4 વિકેટ્સ લીધી હતી, તો જાડેજાએ પણ 3 વિકેટ્સ લીધી હતી, પરંતુ આ મેચનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ધોનીનું સ્ટમ્પિંગ.

ધોનીએ ફરીએકવાર પોતાની વિકેટકીપિંગથી બધાનું દિલ જીતી લીધું હતું. બુધવારની મેચમાં ધોનીએ વીજળીની ગતિએ બેટ્સમેનને આઉટ કરી દીધો હતો, જેને શબ્દોમાં સમજાવવું શક્ય નથી, તો તમે વીડિયોમાં જ જોઇલો.