ધોનીએ આઈપીએલની ૧૪મી સીઝન માટે શરૂ કરી પ્રેક્ટિસ, ફટકાર્યા છગ્ગા…

10

ન્યુ દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ આઈપીએલની ૧૪મી સીઝન માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ધોનીની ટ્રેનિંગનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધોની પોતાના જૂના અંદાજમાં બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે.
ધોનીની ટીમે ચેન્ન્‌ઈ સુપર કિંગ્સે તેની પ્રેક્ટિસનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં માહી નેટ્‌સ પર બેટિંગ કરી રહ્યો છે. શરૂઆતમાં ધોની ડાઉન ધ ગ્રાઉન્ડ રમતો જોવા મળી રહ્યો છે, પરંતુ થોડી વાર પછી તે મોટા મોટા શોટ્‌સ રમતા અને શાનદાર છગ્ગા ફટકારતા જોવા મળે છે.
વિતેલા વર્ષે ૧૫ ઓગસ્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેનાર એમએસ ધોની માટે આઈપીએલ ૨૦૨૦ કંઈ ખાસ રહ્યું ન હતું. કોરોના મહામારીની વચ્ચે યૂએઈમાં રમાયેલ આઈપીએલ ૧૩માં ધોની ૧૪ મેચમાં માત્ર ૨૦૦ રન જ બનાવી શક્યો હતો. આ દમરિયાન તેના બેટથી એક પણ હાફ સેન્ચુરી નીકળી ન હતી. જ્યારે સમગ્ર સીઝનમાં તેને માત્ર ૧૧૬.૨૭ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
એમએસ ધોનીની કેપ્ટનશિપમાં સીએસકે ત્રણ વખત આ લીગ જીતી ચૂકી છે. જોકે, આઈપીએલ ૨૦૨૦માં સીએસકેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખથ ચેન્નઈ પ્લે ઓફમાં પહોંચી શકી ન હતી.