ધારીના મોણવેલ ગામે રામજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાજરી આપી હતી.

ત્યારે લોકો માટે પ્રસાદ બનાવતા રસોડામાં જઇ પરેશ ધાનાણી ગાંઠિયા તળવા બેસી ગયા હતા. ગાંઠિયા તળતાની સાથે લોકો સાથે પરેશ ધાનાણીએ રમૂજ પણ કરતા ઉપસ્થત સૌ કોઇ ખડખડાટ હસ્યા હતા. આ દ્રશ્યો કોઇએ પોતાના મોબાઇલમાં ઉતારી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.