ધારાસભ્ય હર્ષ સંઘવીએ ‘પપ્પુ નામા’ પર રેપ સોન્ગ બનાવ્ય

૨૩ એપ્રિલનાં રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે તે મહા દિવસને માત્ર આઠ જ દિવસ બાકી છે. ત્યારે તમામ નેતા મતદારોને આકર્ષવાનો અને બીજા પક્ષથી પોતે સારા છે તે જતાવવા માટે એડીચોટીનું જાર લગાવી દેતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક રૅપ સોંગ આવ્યું છે જેને સુરતનાં ધારાસભ્યે બનાવ્યું છે. સુરત મજૂરાનાં ધારાસભ્ય હર્ષ સંઘવીએ ‘પપ્પુ નામા’ પર રૅપ સોન્ગ બનાવ્યું છે.
તેમણે પોતાનાં Âટ્‌વટર પર આ રેપ સોંગ જેના ઇન્ટ્રોડ્‌ક્શનમાં જૂઠે વાદે,ખોખલે ઇરાદે ઓફ પપ્પૂ ભૈયા લખીને પોસ્ટ કર્યું છે.
હાલ તમામ પક્ષનાં નેતાઓ યુવાનો અને અન્ય મતદારોને આકર્ષવા માટે અનેક પ્રકારનાં કામગીરી કરતાં હોય છે. અત્યારનાં માહોલમાં રૅપ સોન્ગ યુવાનોની પસંદ બની ચુક્્યું છે.
હર્ષ સંઘવીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે જેને રાજનીતીની સારેગામા પણ ખબર નથી તેના કારનામા માટે આ ‘પપ્પુનામા’ સાંભળી લો.