દેશમાં હવે માત્ર ૧૨ જ સરકારી બેન્કો રહેશે : મોદી સરકારનો મહત્વનો નિર્ણય…

યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્કનું પણ મર્જર થશે,૩૧ માર્ચ ૨૦૨૦ સુધી ખરીદવામાં આવેલા મ્જી-૪ વાહનો માન્ય રહેશે…

બેન્કોને ઝડપથી ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની મૂડી ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી…

ન્યુ દિલ્હી,
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે પ્રેસ કોન્ફોરન્સમાં પંજાબ નેશનલ બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેન્કના મર્જરની જાહેરાત કરી હતી. આ સિવાય કેનરા બેન્ક અને સિન્ડિકેટ બેન્કના મર્જરની જાહેરાત કરાઈ હતી. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્કનું પણ મર્જર થશે તેવી વાત નાણામંત્રીએ તેમના સંબોધનમાં કરી હતી. સીતારમણે ઈકોનોમિ પર વાત કરતા કહ્યું હતું કે અમારી સરકાર હાલ ૫ ટ્રિલિયન ડોલરની ઈકોનોમિ બનાવવા માટે પ્રયાસ કરી રહી છે. ઁદ્ગમ્માં ેંમ્ૈંર્-ંમ્ઝ્રનું મર્જર બાદ હવે દેશમાં હવે માત્ર ૧૨ જ સરકારી બેન્કો રહેશે. આમ સરકારે બેન્કિંગ સેકટર માટે આજે મહત્વનો નિર્ણય કર્યો છે.
નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું કે ૧૮થી ૧૪ સરકારી બેન્ક પ્રોફિટમાં છે. હાઉસિંગ ફાઈનાન્સને ૩,૩૦૦ કરોડ રૂપિયાનો સપોર્ટ સરકાર આપશે. તેમણે શેલ કંપનીઓ વિશે કહ્યું હતું કે અત્યાર સુધીમાં ૩ લાખથી વધુ શેલ કંપનીઓ બંધ થઈ ચુકી છે. નીરવ મોદીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે ભાગેડુંઓની સંપતિઓ દ્વારા રિકવરી ચાલુ છે. સમગ્ર દિવસ દરમિયાન દબાણમાં કારોબાર કરી રહેલા શેરબજારને સીતારમણની પ્રેન્સ કોન્ફોરન્સના સમાચારથી બૂસ્ટ મળ્યું હતું.
સીતારમણે પંજાબ નેશનલ બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેન્કના મર્જરની પણ જાહેરાત કરી છે. આ બેન્કોના મર્જર બાદ પંજાબ નેશનલ બેન્ક દેશની બીજી સૌથી મોટી સરકારી બેન્ક બનશે. આ સિવાય કેનરા બેન્ક અને સિન્ડિકેટ બેન્કના મર્જરની પણ જાહેરાત કરી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્કનું પણ મર્જર થશે.
આ સિવાય નાણામંત્રી નિર્મલા સીતારમણે બેન્કોને ઝડપથી ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની મૂંડી ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત હવે બેન્કો આરબીઆઈ દ્વારા રેપો રેટમાં કરવામાં આવેલા ઘટાડાનો ફાયદો સીધો ગ્રાહકોને આપશે. તેની અસર એ થશે કે ગ્રાહકો
આ સિવાય ઓટો ઈન્ડસ્ટ્રીને બૂસ્ટ આપવા માટે પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી ખરીદવામાં આવેલા મ્જી-૪ વાહનો માન્ય રહેશે. આ સિવાય વન ટાઈમ રજિસ્ટ્રેશન ફીસને જૂન ૨૦૨૦ સુધી વધારવામાં આવી છે. તેમણે સરકારી વિભાગો દ્વારા વાહનોની ખરીદી પર લાગેલા પ્રતિબંધને હટાવ્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે હવે જીએસટીના રિફન્ડની ચૂકવણી ૩૦ દિવસની અંદર જ કરવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર પર ફોકસ કરતા ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી. આ સેકટરના કામકાજ પર નજર રાખવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે.