દેશમાં હજુ સંપૂર્ણ લોકડાઉનની જરુર નથી, અત્યારે નાઇટ કર્ફ્યુ જ પુરતો જ છે : વડાપ્રધાન મોદી

32

રસીકરણ ઉત્સવની ઉજવણી કરવા અપીલ : ‘ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ’ પર ભાર મૂકવાની સલાહ…

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના કારણે હાહાકાર મચ્યો છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધતા કોરોના કેસને લઈને રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરી હતી.

PM નરેન્દ્ર મોદી આજે સાંજે દેશવાસીઓને સંબોધવા લાઈવ થયા હતા. તેમણે કહ્યું કે, લોકો પહેલા કરતા ઘણા બેદરકાર થઈ ગયા છે. સ્થિતિ પહેલા કરતા વધુ ગંભીર છે તેથી ટેસ્ટ વધારવાની જરૂર છે. તેમણે કહ્યું કે, 11થી 14 એપ્રિલ સુધી દેશભરમાં રસીકરણ ઉત્સવ થશે. યુવાનો વેક્સિન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવે અને લોકોએ રસી લીધા બાદ પણ માસ્ક પહેરવું જરૂરી છે. 45 વર્ષથી વધુ વયના લોકો આ દિવસોમાં આગળ આવી રસી મુકાવે તેવી અપીલ તેઓએ કરી હતી. તેમણે મુખ્યમંત્રીઓને કહ્યું હતું કે દરેક રાજ્યએ 70 ટકા આરટી-પીસીઆર ટેસ્ટ કરવા જરૂરી છે. વડાપ્રધાને કહ્યું કે પોઝિટિવ કેસોની સંખ્યા ભલે વધે, પરંતુ વધારેમાં વધારે ટેસ્ટ કરો. કેટલાક રાજ્યમાં સ્થિતિ વધારે ગંભીર છે. લોકડાઉન વિશે વાત કરતા કહ્યું કે અત્યારે લોકડાઉનની જરુર નથી, હાલ નાઇટ કર્ફ્યુ જ પુરતો છે. આજે આપણે જેટલું રસીકરણ કરીએ છીએ, તેના કરતા વધારે ટેસ્ટીંગ કરવાની જરુર છે. કોરોનાને રોકવા માટે ફરી વખત યુદ્ધના ધોરણે કામ કરવાની જરુર છે.