દેશની ટોચની ૧૦ માંથી ૯ કંપનીઓની માર્કેટ કેપમાં ૮૪,૦૦૦ કરોડનુ ધોવાણ…

દેશની ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૯ કંપનીઓની માર્કેટ કેપમાં છેલ્લા એક સપ્તાહમાં લગભગ ૮૪,૦૦૦ કરોડ રૂપિયાનુ ધોવાણ થયુ છે.
એક માત્ર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેમાંથી બાકાત રહી છે. રિલાયન્સના માર્કેટ કેપમાં લગભગ ૭૨,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
બીજી તરફ વિદેશી રોકાણકારોએ પણ છેલ્લા એક સપ્તાહમાં ૧૦,૪૧૬ કરોડ રૂપિયાના શેરોનુ વેચાણ કર્યુ છે અને તેની સામે ૨,૦૯૬ કરોડ રૂપિયાના શેર ખરીદયા છે. જાણકારોનુ માનવુ છે કે, આ સ્થિતિ અર્થંતંત્ર માટે નકારાત્મક છે.