દેશના સૌથી ધનિક મુકેશ અંબાણીના ઘર પાસેથી વિસ્ફોટકો ભરેલી કાર મળતા હડકંપ…

12

ગેરકાયદે પાર્ક કરેલ કારમાંથી ૨૦ જિલેટિન સ્ટિક્સ મળી આવી…

વિસ્ફોટકો ભરેલી કારમાંથી પત્ર મળ્યો : ‘નીતા ભાભી-મુકેશ ભાઈ યે તો સિર્ફ ટ્રેલર હૈ! સંભલ જાના…

મુંબઇ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ઘર પાસેથી વિસ્ફોટકો ભરેલી એક ગાડી મળી આવી હતી. આ કાર ચોરીની હતી. હવે વિસ્ફોટકો ભરેલી કારમાંથી એક ધમકી ભર્યો પત્ર મળી આવ્યો છે. ચિઠ્ઠીમાં મુકેશ અંબાણી અને તેમના આખા પરિવારને ખુલ્લી ધમકી આપવામાં આવી છે. વિસ્ફોટકો ભરેલી ગાડીને લઈને પણ સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. અત્યાર સુધીની તપાસ મુજબ સ્કોર્પિયો પરની નંબર પ્લેટ એક બનાવટી, ચોરી કરેલી કાર છે, જે બીજા રાજ્યમાંથી ચોરી કરીને મુંબઇ લાવવામાં આવી હતી.
મુકેશ અંબાણીના ઘરની બહાર માળી આવેલી કારમાં જે વિસ્ફોટકો ભરેલી બેગ હતી તેના પર મુંબઈ ઈન્ડિયન્સ લખેલુ હતું. જાહેર છે કે, આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ક્રિકેટ ટીમના માલિક મુકેશ અંબાણી છે. આ કેસની તપાસ મહારાષ્ટ્ર સરકારે ક્રાઈમ બ્રાંચને સોંપી દીધી છે. તો એટીએસ પણ આ દિશામાં તપાસમાં જોતરાઈ ગઈ છે.
મુકેશ અંબાણીના નામે જે ધમકી ભર્યો પત્ર મળ્યો છે તેમાં લખવામાં આવ્યું છે કે, “નીતા ભાભી અને મુકેશ ભૈયા ફેમિલી, યહ તો સિર્ફ એક ટ્રેલર હૈ. અગલી બાર યે સામાન પુરા હોકર આયેગા. પૂરી ફેમિલીકો ઉડાને કે લિયે ઈંતજામ હો ગયા હે, સંભલ જાના.” સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટકો ભરેલી ગાડી પાર્ક કરનારાઓએ લગભગ એક મહિના સુધી આ જગ્યાની રેકી કરી હતી.
સૂત્રોના જાણાવ્યા પ્રમાણે આ ગતિવિધિને અંજામ આપવા માટે ઘણા લાંબા સમયથી પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું. આરોપી તો વિસ્ફોટકો ભરેલી આ ગાડીને ઘરથી ખુબ જ નજીકના અંતરે ઉભી કરવા માંગતો હતો પરંતુ સુરક્ષા વધારે કડક હોવાથી આમ થઈ શક્યુ નહોતુ. આ ગાડી મુકેશ અંબાણીના ઘર એંટેલિયાથી ૪૦૦ મીટર દૂરના અંતરે પાર્ક કરવામાં આવી હતી. ગાડી મુકનારાઓ દ્વારા મુકેશ અંબાણીના આખા પરિવારની હલચલ પર નજર રાખવામાં આવી રહી હતી. અંબાણી પરિવારના દરેક કોન્વોયને ટ્રેક કરવામાં આવી રહ્યો હ્‌તો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુકેશ અંબાણીના ઘર પાસેથી જે વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી છે તેમાં વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતાં તે બેગ પર મુંબઈ ઈન્ડિયન્સ લખેલુ છે. આ બેગમાંથી જ ધમકી ભર્યો પત્ર મળી આવ્યો છે. જે વ્યક્તિએ અહીં સ્કોર્પિયો પાર્ક કરી હતી તે આ ગાડી ઉભી રાખી ઈનોવા કારમાં બેસીને ભાગી નિકળ્યો હતો.
પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ શોધી રહી છે. સ્કોર્પિયો કાર પર જે નંબર પ્લેટ છે તેનો નંબર પણ અંબાણીના ઘરમાં ઉપયોગમાં લેવાતી એક કાર સાથે હળતો-મળતો જ છે. અંબાણીના સુરક્ષાકર્મીઓને પણ આ વાત ધ્યાને આવતા શંકા ઉપજી હતી ત્યાર બાદ પોલીસને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી.