દેશના અન્ય કોઇ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ જેવી સ્થિતિ નથી : મોહન ભાગવત

  • કાયદાનું પાલન કરવામાં શાસક નિષ્ફળ જાય તો તેને શાસક ન કહી શકાય

નાગપુર,
સંઘ પ્રમુખ મોહન ભાગવતે નામ લીધા વગર પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, દેશના અન્ય રાજ્યમાં પશ્વિમ બંગાળ જેવી સ્થિતિ નથી. કોઈપણ શાસક આ પ્રકારનું કાર્ય કે વહીવટ નથી કરતા. કેટલાક લોકો કાયદો અને વ્યવસ્થાની ચિંતા નથી કરતા પરંતુ કોઈપણ શાસકનું કર્તવ્ય હોય છે કે, તે પોતાના રાજ્યમાં કાયદો અને વ્યસ્થાની સ્થિતને સ્થાપિત કરે. પરંતુ રાજ્યમાં કાયદાનું પાલન કરવામાં જે શાસક નિષ્ફળ જાય તો તેને શાસક ન કહી શકાય.

તેમણે વધુમાં જણાવ્યુ કે, છેલ્લા પાંચ વર્ષમાં દેશને તોડવાની કોશિશ કરવામાં આવી પરંતુ દેશની જનતાએ આવા તત્વોને નકાર્યા અને ચૂંટણીમાં જવાબ આપ્યો છે. મોહન ભાગવતે આ પ્રકારનું નિવેદન નાગપુરમાં આયોજિત સંઘની ત્રીજી પ્રશિક્ષણ શિબિરમાં આપ્યુ. જ્યા તેઓ ૮૦૦ જેટલા સંઘના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે, પશ્વિમ બંગાળમાં ચૂંટણીના પરિણામ બાદ હિંસા વધી રહી છે. જેના માટે ભાજપે મમતા સરકારને જવાબદાર ગણાવી છે. ત્યારે હિંસા મામલે મમતા સરકાર પાસે કેન્દ્રીય ગૃહ પ્રધાને પણ રિપોર્ટ માગ્યો છે.