દુનિયાભરમાં રસી લઈને જાય છે વિમાન, સાથે લાવે છે ભારત પ્રત્યે ભરોસો અને આશીર્વાદ : વડાપ્રધાન

5
પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમને લઈ વેબિનારમાં વડાપ્રધાન મોદીએ કહ્યું…

ન્યુ દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમને લઈને આયોજિત વેબિનારને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે અમે મેક ઈન ઈન્ડિયાને અલગ અલગ સ્તર પર મજબૂત કરવા માટે અનેક પગલાં લીધા છે. અમારી સામે દુનિયાભરના ઉદાહરણ છે. જ્યાં દેશોએ પોતાની મેન્યૂફેક્ચરિંગ ક્ષમતા વધારીને, દેશના વિકાસને ગતિ આપી છે. વેબિનારને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતમાં આજે જે વિમાન કોરોના વાયરસ રસીના લાખો ડોઝ લઈને દુનિયાભરમાં જઈ રહ્યા છે તે ખાલી આવતા નથી. તેઓ પોતાની સાથે ભારત પ્રત્યેનો ભરોસો, ભારત પ્રત્યે આત્મિયતા, સ્નેહ, આશીર્વાદ અને એક ભાવાત્મક લગાવ લઈને આવે છે. તેમણે કહ્યું કે આટલી મોટી સંખ્યામાં હિન્દુસ્તાનના તમામ ખૂણેથી તમારા બધાનું આ મહત્વપૂર્ણ વેબિનારમાં સામેલ થવું એ પોતાનામાં જ તેનું મહત્વ દર્શાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત આજે જે નમ્રતા અને કર્તવ્યભાવથી માનવતાની સેવા કરી રહ્યું છે તેનાથી સમગ્ર દુનિયામાં ભારત પોતાનામાં જ એક ખુબ મોટી બ્રાન્ડ બની ગયું છે.
ભારતની શાખ અને ઓળખ નિરંતર નવી ઊંચાઈ આંબી રહી છે. સ્વાસ્થ્ય સંકટના આ સમયમાં દુનિયાની સેવા કરીને ભારત એક વૈશ્વિક બ્રાન્ડ બની ગયું છે. તે ટ્રસ્ટ ફાર્મા સેક્ટર સુધી સીમિત નથી, પરંતુ દરેક સેક્ટરને તેનાથી ફાયદો થશે. તેમણે વધુમાં કહ્યું કે આજે ભારત એક બ્રાન્ડ બની ગયું છે. હવે તમારે ફક્ત પ્રોડક્ટની ઓળખ બનાવવાની છે. હવે તમારે વધુ મહેનત કરવાની નથી. જો મહેનત કરવી હોય તો પ્રોડક્શન ક્વોલિટી પર કરવાની છે. પીએમ મોદીએ કહ્યું કે દેશનું બજેટ અને દેશ માટે પોલીસી મેકિંગ ફક્ત સરકારી પ્રક્રિયા ન રહે, દેશના વિકાસ સાથે જોડાયેલા દરેક સ્ટેક હોલ્ડર્સનું તેમા ઈફેક્ટિવ એન્ગેજમેન્ટ હોય. આ જ ક્રમમાં આજે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, મેક ઈન ઈન્ડિયાને ઉર્જા આપનારા તમારા જેવા મહત્વપૂર્ણ સાથીઓ સાથે ચર્ચા થઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે નિર્માણની વધતી ક્ષમતાઓ દેશમાં રોજગારીનું નિર્માણ કરે છે. ભારત આ એપ્રોચ સાથે ઝડપથી કામ કરવા માંગે છે.
આ સેક્ટરમાં આપમી સરકાર નિર્માણને પ્રોત્સાહન આપવા માટે એક પછી એક સુધાર કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અમારી સરકાર માને છે કે દરેક ચીજમાં સરકારનો હસ્તક્ષેપ સમાધાનની જગ્યાએ સમસ્યા પેદા કરે છે. આથી અમે સેલ્ફ રેગ્યુલેશન પર ભાર મૂકી રહ્યા છીએ. આ વર્ષે અમારો ઈરાદો કેન્દ્ર અને રાજ્ય સ્તરના ૬૦૦૦થી વધુ ર્ઝ્રદ્બઙ્મૈટ્ઠહષ્ઠીજ ને ઓછો કરવાનો છે. તેમણે વધુમાં કહ્યું કે આ વર્ષના બજેટમાં ઁન્ૈં સ્કીમ સંબંધિત યોજનાઓ માટે લગભઘ ૨ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. ઉત્પાદનના સરેરાશ ૫ ટકા ઈન્સેન્ટિવ તરીકે અપાયું છે. ફક્ત પીએલઆઈ સ્કિમ દ્વારા જ આવનારા પાંચ વર્ષોમાં લગભગ ૫૨૦ બિલિયન ડોલરનું ઉત્પાદન ભારતમાં થવાનું અનુમાન છે.
પીએમ મોદીએ કહ્યું કે આપણું ઉત્પાદન ખર્ચ, ગુણવત્તા અને ઉત્પાદનોની દક્ષતાને વૈશ્વક બજારમાં એક છાપ છોડવી જોઈએ અને આપણે તેને શક્ય બનાવવા માટે મળીને કામ કરવું જોઈએ. આપણા ઉત્પાદનો ઉપયોગકર્તાને અનુકૂળ, સૌથી આધુનિક, સસ્તા અને ટકાઉ હોવા જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે આ ઁન્ૈં જે સેક્ટર માટે છે તેને તો લાભ થઈ જ રહ્યો છે તેનાથી તે સેક્ટર સંબંધિત સમગ્ર ઈકોસિસ્ટમને પણ ફાયદો થશે. ઓટો અને ફાર્મામાં ઁન્ૈં થી ઓટો પાર્ટ, ચિકિત્સા ઉપકરણ, અને દવાઓના રો મટીરિયલ સંબંધિત વિદેશી નિર્ભરતા ખુબ ઓછી થશે.