દીદી ગભરાઇ ગયા છે,જયશ્રી રામ બોલનારને જેલમાં નાંખે છેઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પશ્ચિમ બંગાળના તામલુકમાં ચૂંટણી સભા સંબોધી હતી. અહીં તેમણે કÌšં કે, ફેની વાવાઝોડા વિશે મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે વાત કરવા માગતો હતો પરંતુ અભિમાની સ્પીડ બ્રેકર દીદીએ બે વાર મારા ફોન જ ન ઉપાડ્યા. દીદી ગભરાઈ ગઈ છે. જય શ્રી રામ કહેતા લોકોને જેલમાં નાખી રહી છે.
વડાપ્રધાને કÌšં, ચક્રવાતના સંબંધમાં મેં મમતા દીદી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ દીદીનું અભિમાન એટલું વધારે છે કે તેમણે મારી સાથે વાત ન કરી. હું રાહ જાતો રહ્યો કે કદાચ તે મને કોલ બેક કરે પરંતુ તેમણે મને ફોન પણ ન કર્યો. તેથી મેં તેમને ફરી ફોન કર્યો. મને પશ્ચિમ બંગાળના લોકોની ચિંતા હતી. તેથી મુખ્યમંત્રી સાથે વાત કરવા માંગતો હતો પરંતુ દીદીએ મારી સાથે બીજી વખત પણ વાત ન કરી.
દીદીને તેમના રાજકારણની ચિંતા વધારે છે. તેમને પશ્ચિમ બંગાળના લોકોની ચિંતા નથી. દેશહિત ઉપર રાજકારણ કરવાની તેમની આદતે દેશનું નુકસાન કર્યું છે. સ્પીડબ્રેકર દીદીના આવા વર્તનના કારણે બંગાળના વિકાસ પર બ્રેક લાગી છે. ચક્રવાતના કારણે અહીં થયેલા નુકસાનના નિરીક્ષણ માટે હું અહીંના પ્રશાસન પાસે બેસીને ચર્ચા કરવા માગતો હતો. કેન્દ્ર સરકાર શું મદદ કરી શકે તેની માહિતી લેવા માગતો હતો પરંતુ સ્પીડબ્રેકર દીદીએ તેની પણ ના પાડી દીધી.
દીદીના આ રાજકારણની વચ્ચે હું બંગાળના લોકોને વિશ્વાસ અપાવું છું કે, કેન્દ્ર સરકાર સંપર્ણ રીતે પશ્ચિમ બંગાળની જનતા સાથે ઉભી છે અને રાહતના કાર્યમાં રાજ્ય સરકારને મદદ કરશે. આજે બંગાળમાં દરેક બાજુ એક જ અવાજ આવી રહ્યો છે કે, ચૂપ ચાપ કમલ છાપ, બુથ-બુથથી ટીએમસી સાફ.
દીદી દેશના વખાણથી ડરે છેઃ મોદીએ કÌšં, તમે ક્્યારેય દીદીને દેશના વખાણ કરતાં સાંભળ્યા? તેઓ ડરે છે કે જા તેઓ મસૂદ અઝહર પર કંઈક બોલી દેશે તો તેમની વોટબેન્ક જાખમાશે. આજ રાજકારણે દીદી માટે જાખમ ઉભુ કર્યું છે. હવે દીદીનું રાજકીય જમીન પર ઉભા રહેવું મુશ્કેલ છે.
દીદી હવે એટલી ગભરાઈ ગઈ છે કે, તેમને ભગવાનની વાત કરવામાં પણ તકલીફ પડે છે. Âસ્થતિ એવી આવી ગઈ છે કે, દીદી જયશ્રી રામ કહેનારની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવામાં આવે છે. જા મીડિયા ન્યૂટ્રલ હોવાનો દાવો કરતી હોય તો તેમણે આ વાત આગળ પહોંચાડવી જાઈએ. દીદીના આ વલણના કારણે પશ્ચિમ બંગાળમાં લોકોને તેમની મરજી પ્રમાણે પૂજા પાઠ કરવામાં, આઝાદી સાથે વ્રત અને તહેવારની ઉજવણી કરવામાં મુશ્કેલી આવી રહી છે.