દિલ્હીના અધિકારી ઇંદોરમાં શી રીતે દરોડો પાડ્યો..?!!ઃ કપિલ સિબ્બલ

કોંગ્રેસના સિનિયર નેતા અને પ્રખર ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે મધ્ય પ્રદેશની હાઇકોર્ટની ઇંદોર ખંડપીઠમાં ચાલી રહેલા કેસમાં એવી દલીલ કરી હતી કે દિલ્હીના ઇન્કમટેક્સ અધિકારી મધ્ય પ્રદેશના ઇંદોર શહેરમાં શી રીતે દરોડા પાડી શકે ?
મધ્ય પ્રદેશમાં હાલ કોંગ્રેસના કમલ નાથની સરકાર છે અને એમના કેટલાક સાથીદારો પર તાજેતરમાં આવક વેરા ખાતાના દરોડા પડ્યા હતા. કોંગ્રેસે કાગારોળ મચાવી દીધી હતી કે મોદી સરકાર કોંગ્રેસને હેરાન કરવા માટે સરકારી વિભાગોનો દુરુપયોગ કરી રહી છે.
ઇન્કમ ટેક્સ વિભાગ વતી હાજર થયેલા વકીલે જવાબમાં કÌšં હતું કે ૨૦૧૪ના એક નોટિફિકેશન મુજબ ઇન્કમ ટેક્સના પ્રિÂન્સપલ ડાયરેક્ટર (ઇન્વેસિટગેશન ) દેશના કોઇ પણ ખૂણે ઇન્કમટેક્સનો દરોડો પાડી શકે છે. સવારે અગિયાર વાગ્યે શરૂ થયેલો દરોડો મોડી સાંજ સુધી ચાલ્યો હતો.