દારૂ-જુગારનાં અડ્ડાઓ પર પોલીસનાં દરોડા / પોલીસથી બચવા બુટલેગરોમાં મચી નાસભાગ…

  • ગુજરાતમાં દારૂ અને જુગારનાં અડ્ડાઓ ઠેર ઠેર થઇ ગયા છે. પોલીસ આ મામલે ઘણીવાર કડક પગલા ભરી ચુકી છે

રાજકોટ,
ગુજરાતમાં દારૂ અને જુગારનાં અડ્ડાઓ ઠેર ઠેર થઇ ગયા છે. પોલીસ આ મામલે ઘણીવાર કડક પગલા ભરી ચુકી છે. તેમ છતા બુટલેગરો અને જુગારનાં અડ્ડા ચલાવતા લોકો પર પૂરી રીતે અંકુશ મેળવવામાં અસફળ રહી છે. રાજ્યનાં અલગ-અલગ શહેરોમાં આ પ્રકારનાં અડ્ડાઓ આપને જોવા મળશે. રાજકોટની વાત કરીએ તો અહી પણ દારૂ અને જુગારનાં અડ્ડાઓ આવેલા છે, જ્યા પોલીસ દ્વારા હવે લાલ આંખ કરવાની શરૂઆત કરવામાં આવી છે. રાજકોટ પોલીસ દ્વારા દારૂ અને જુગારનાં અડ્ડાઓ સામે મેઘા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં દારૂ અને જુગારનાં અડ્ડાઓ વધતા પોલીસ એક્શનમાં આવી ગઇ છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, રાજકોટમાં આવેલા રૈયાધાર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી દારૂનાં અડ્ડાઓનો નાશ કર્યો હતો. એક કલાક ચાલેલી દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ તેમજ દારૂનાં મોટા જથ્થાનો નાશ કર્યો હતો.

પોલીસનાં દરોડાને પગલે રૈયાધાર વિસ્તારમાં બુટલેગરો અને દારૂડિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી.