દર્દીના માઁ કાર્ડ મામલે થયેલ બબાલ બાદ મીડીયા સાથે દુર્વ્યવહારના પડઘા તંત્રના કાને અથડાતા તંત્ર હરકતમાં…

આણંદ,
આણંદના બેઠક મંદિર નજીક આવેલ હાર્ટ સેન્ટરના વિવાદીત તબીબ પીયુષ પટેલ કે જેમની સામે અગાઉ તેમની ડીગ્રી મુદ્દે વિવાદ સર્જાવા ઉપરાંત લાખો રૂપિયાની ફી વસુલ્યા બાદ દરદીઓના મોત થવા મામલે ઉભા હંગામા છતા જે તે સમયે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવ્યા અને કોઈકના ઈશારે ઢાંકપીછોડો કરવાના પ્રયાસના પગલે બેફામ બનેલ તબીબે દાખલ થયેલ દરદીમાં કાર્ડ અંતર્ગત સેવા આપવા મુદ્દે ઉઠેલ બબાલ બાદ મીડીયા કર્મીઓની સાથે દુર્વ્યવહાર કરતા તેના પડઘા તંત્રના કાને અથડાતા તંત્ર હરકતમાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના બેઠક મંદિર નજીક આવેલ હાર્ટ સેન્ટરના તબીબ પીયુષ પટેલ કે જેઓ જેમની વિદેશની ડીગ્રી મુદ્દે અગાઉ વિવાદ સર્જાવા ઉપરાંત જિલ્લા આરોગ્ય વિવાદ સર્જાવા ઉપરાંત જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જે તે સમયે મેડીકલ કાઉન્સીલર ઓફ ઈન્ડીયા દિલ્હી તેમજ અમદાવાદમાં ડૉ. પીયુષ પટેલની તબીબી ડીગ્રી મુદ્દે આશંકા વ્યક્ત કરી તેમની પ્રેક્ટીસ બંધ કરવામાં આવે તેવી રજુઆત કરવા છતાં સ્થાનીક કહેવાતા મોટા ગજાના તબીબના ઈશારે સમગ્ર મામલે ભીનુ સંકેલવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જો કે સરકારના માં કાર્ડ યોજના અંતર્ગત દરદીના પરીવારજનોએ માં કાર્ડ યોજનાનો લાભ આપવા અને તે અંગેની પ્રક્રિયા કરવાની માંગ કરતા ભડકી ઉઠેલા તબીબ પીયુષ પટેલે સરકારની માં કાર્ડ યોજના કા ઐસી કે તૈસી કરવાની માંગ કરવાના પ્રપંચ કરવાના આ બાબતની જાણ સ્થાનિક મીડીયાને થતા દવાખાને પહોંચી સઘળી હકીકતનો તાગ મેળવવા પ્રયાસ કરવા સમયે બેબાકળા બનેલ તબીબ પીયુષ પટેલે મીડીયા કર્મીઓ સાથે ઉધ્ધતાઈભર્યું વર્તન કરી ઈલેક્ટ્રોનિક મીડીયા કર્મીનો કેમેરો તોડવાનો પ્રયાસ કરતા સમગ્ર મામલો પોલીસ તંત્ર તથા જિલ્લા કલેક્ટર સુધી પહોંચવા પામતા તંત્રએ હરકતમાં આવી જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ જાહેર કર્યા હતા.

જો કે નીકટવર્તી વર્તુળોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા પણ માત્ર તપાસના નાટક જ કરવામાં આવતા હોય અગાઉની માફક રાજકીય ઈશારે કે અન્ય કોઈ ખેલથી યુ કરવાને દબાવવાના ખેલ રચવામાં આવશે તેવી આશંકા થતા વ્યક્ત સ્થાનિકો દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.