દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો સાથે અમીછાંટણા…

  • ૧૩ જૂનથી રાજ્યમાં ચોમાસું શરૂ થશે, બે દિવસ બાદ ગરમીમાં રાહત મળશે…

  • લોકોને બફારાથી આંશિક રાહત, ઈડરમાં ૮ વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો

વલસાડ,

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. જિલ્લાભરમાં બે દિવસથી કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ઉમરગામ, વાપીની આસપાસના વિસ્તારમાં વરસાદી છાંટા પણ પડ્યા છે.. સેલવાસ અને મહારાષ્ટ્રની બોર્ડરના ગામમાં પણ વરસાદ વરસ્યો છે. ત્યારે આકરી ગરમીમાંથી લોકોને રાહત મળી છે.
વલસાડ જિલ્લાના પારડી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે બીજી તરફ, તાપી જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો છે.
પારડી અને તેની આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો છે. જેને કારણે વાતાવારણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કાળઝાળ ગરમીમાં વરસાદ પડતા લોકોને બફારાથી આંશિક રાહત મળી તો છે, પણ બીજી તરફ વરસાદ પડતા કેરીના પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને છે.
તાપી જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો છે. અતિશય ગરમીથી વાતાવરણમાં સામાન્ય રાહત મળતા લોકોને આંશિક રાહત મળી છે. સવારથી વરસાદી વાતાવરણને કારણે વરસાદની રાહ જોતા ખેડૂતોને પણ આશા બંધાઈ છે.
છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદનાં હળવા ઝાપટાં પડી રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં ઈડરે છેલ્લા ૮ વર્ષનો ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. શુક્રવારે ત્યાં ૪૫.૨ ડીગ્રી તાપમાન નોધાયુ હતું. જ્યારે વલસાડ જિલ્લાનાં અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. ત્યારે લોકોને ઠંડકનો અનુભવ થતાં રાહતની લાગણી અનુભવાઇ છે.

૧૩ જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. શુક્રવારથી પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં બે-ત્રણ દિવસની ગરબી બાદ ચોમાસાની શરૂઆત થઇ જશે.