તૈમુરને કારણે પાડોશીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન

એ વાત જગજાહેર છે કે, કરીના કપૂર અને સૈફ અલી ખાનનો પુત્ર કોઇ સ્ટારથી ઓછો નથી. તેને જોતા પાપારાઝીઓ દોડાદોડી શરૂ કરી દે છે. તેની લોકપ્રિયતાનો અંદાજો સોશિયલ મીડિયા પર આપણને જોવા મળે છે, પરંતુ તૈમુર અલી ખાનની લોકપ્રિયતા સૈફ-કરીનાના પાડોશીઓ માટે માથાનો દુખાવો બની ગયો છે. આ વખતે તો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે.

જ્યારથી કરીના અને સૈફના છોટે નવાબ તૈમુરનો જન્મ થયો છે, ત્યારથી તે હેડલાઇન્સમાં છે. આટલું જ નહીં પાપારાઝી વચ્ચે તૈમુરનો ફોટો લેવા માટે હોડ લાગી હોય છે, કારણ કે તૈમુરની તસવીર લેવા માટે ફોટોગ્રાફર્સને સૌથી વધુ ભાવ મળે છે. પરંતુ તૈમુરની આ પોપ્યુલારિટીથી સૈફ-કરીનાના પાડોશીઓને પરેશાની થવા લાગી છે.મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે. પાપારાઝીઓથી કંટાળીને સૈફ-કરીનાના પાડોશીઓ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. પાડોશીઓએ તૈમુર સામે નહીં પરંતુ પાપારાઝી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખબરોની માનીએ તો તૈમુરનો ફોટો લેવા દરરોજ બીલ્ડિંગની સામે મોટી સંખ્યામાં પાપારાઝી ઉભા રહે છે. તૈમુરની લેટેસ્ટ તસવીરો લેવા માટે દરરોજ ઘોંઘાટ અને અન્ય મુશ્કેલીઓનો સામનો સૈફ કરીનાના પાડોશીઓને કરવો પડે છે. આ ફરિયાદ બાદ પોલીસે સૈફ-કરીનાના ઘરની બહારથી પાપારાઝીઓને હટાવી દીધા હતા.